વાત્સલ્યમ્ સમાચાર
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા-વઘઈ માર્ગ સ્થિત ધૂળચોંડ કોઝવે પાસે અજાણ્યા બોલેરો ચાલકે રાહદારી મહિલાને અડફેટમાં લીધી હતી.જેમાં મહિલાને શરીરે ઈજાઓ પહોંચી હતી…
ડાંગ જિલ્લાનાં આહવા – વઘઈ માર્ગ સ્થિત આવેલ ધૂળચોંડ કોઝવે પાસે આહવા તરફથી આવતા બોલેરો ગાડી રજી. નં.GJ.10-DE-6279નાં ચાલકે ગાડી પૂર ઝડપે હંકારી લાવતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને રસ્તાની સાઈડમાં ચાલતી મહિલા નામે વનુબેન સનતભાઈ કુળુ (રહે. અમસરવળન તા.વઘઈ જી.ડાંગ)ને બોલેરો ચાલકે ટક્કર મારી દીધી હતી.અકસ્માતમાં મહિલાને શરીરે ઇજાઓ પહોંચી હતી. જે બાદ આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી.અને મહિલાને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી..