તા.૨૭.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકા નજીકથી એક અજાણી વૃદ્ધ મહિલા મળી આવતા ૧૮૧ મહિલા હેલ્પલાઇન મદદે પીડિતને શાંતિપૂર્વક ઘરે પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું
દાહોદ તાલુકા નજીકથી એક અજાણી વૃદ્ધ મહિલા મળી આવેલા હતા જેથી તેઓની મદદ માટે થર્ડ પાર્ટી કોલ કરી અને ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની મદદ લીધી હતી ત્યારબાદ થર્ડ પાર્ટીએ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળેલ કે ૭૦ વર્ષની વયના હતા. અને તેઓ તેઓના ઘરેથી નીકળી ગયા હતા. તેઓ ચાલતા ચાલતા દાહોદ રોડ પર આવી ગયેલ. તેઓને તેઓના ગામનું કે તેઓના ઘરનું કોઈ સરનામું યાદ ન હતું. તેઓ વારંવાર બે થી ચાર ગામના નામ જણાવતા હતા. જેથી તેઓના જણાવેલ ગામના કોન્ટેક પીડિતાનું સરનામું મળી આવેલ. જેથી પીડિતાને તેઓના ઘરે તેઓના મોટા દીકરાને ફેમિલી હેન્ડ ઓવર કરી અને તેઓના પરિવારના સભ્યોને પીડિતાનું વ્યવસ્થિત ધ્યાન રાખે અને તેઓ ઘરેથી ના નીકળી જાય તેઓનું પણ ધ્યાન રાખે તેમ માર્ગદર્શન આપેલ છે. પીડિતાને શાંતિપૂર્વક તેઓના ઘરે પરિવાર સાથે પુનઃમિલન કરાવેલ છે.