GUJARAT
માલસર – અસા નર્મદા બ્રિજ પર અજાણ્યા વાહને સિસોદરા ગામના યુવાનની બાઈકને અડફેટે લેતાં યુવાનનું ઘટના સ્થળે મોત
ફૈઝ ખત્રી... શિનોર શિનોર તાલુકાના માલસર - અસા નર્મદા બ્રિજ પર આજે વહેલી સવારે હિટ એન્ડ રન ની ઘટના બની હતી.જેમાં શિનોર થી બાઈક લઇને જતાં સિસોદરા ગામના ખેડૂત જયેશભાઈ પટેલની બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો,જેમાં બાઈક ચાલક જયેશભાઈ પટેલનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ત્યારે સમગ્ર ઘટના ની વાત કરવામાં આવે તો મૂળ ભરૂચ જિલ્લાના સિસોદરા ગામના વતની અને વડોદરા ખાતે રહેતાં ખેડૂત જયેશભાઈ આનંદભાઈ પટેલ આજરોજ વહેલી સવારે વડોદરા થી એસ.ટી.બસમાં શિનોર સુધી આવ્યા હતાં.અને શિનોર થી પોતાની બાઈક લઈને ખેતીકામ અર્થે સિસોદરા ખાતે જવા નીકળ્યા હતા.તે દરમિયાન માલસર - અસા નર્મદા બ્રિજ પર ખેડૂત જયેશભાઈ આનંદભાઈ પટેલને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો,જેમાં ખેડૂત જયેશભાઈ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.જે અંગેની જાણ શિનોર પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતક જયેશભાઈ પટેલના મૃતદેહને ખાનગી વાહનમાં પોસ્ટમોર્ટમ અર્થે મોટા ફોફળીયા ખાતે ખસેડી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે માલસર - અસા નર્મદા બ્રિજ થી શિનોર તરફ જવાના રોડ પર CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે.આ CCTV કેમેરાના ફૂટેજ પોલીસ તપાસ માટે અતિ ઉપયોગી સાબિત થશે.ત્યારે ઉપરોક્ત બનાવ સંદર્ભે શિનોર પોલીસે CCTV કેમેરા ના ફૂટેજ મેળવવાની સાથે આગળની વધુ તપાસ હાથ ધરી છે.




