ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ – 10 દેશોના રાજદૂતોએ મુલાકાત લીધી હતી. રાજદૂતોએ કંપનીના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું

આણંદ – 10 દેશોના રાજદૂતોએ મુલાકાત લીધી હતી. રાજદૂતોએ કંપનીના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું

તાહિર મેમણ – આણંદ – 27/09/2025 – આણંદ તાલુકાના મોગર ખાતે આવેલા ‘રે નેનો સાયન્સ એન્ડ રીસર્ચ સેન્ટર’ની ક્યુબા, અર્જેન્ટિના, પેરૂ, વેનેઝુએલા સહિત 10 દેશોના રાજદૂતોએ મુલાકાત લીધી હતી. આ કંપની નેનો યુરિયાનું ઉત્પાદન કરે છે.

 

આ મુલાકાતમાં ચીલીના જુઆન એગ્યુલો, ઈક્વાડોરના ફર્નાન્ડો ઝેવિયર બુચેલી વર્ગાસ, પેરૂના ઝેવિયર મેન્યુઅલ પાઉલિન્ચ વેલાર્ડે, ઉરુગ્વેના અલ્બેર્ટો ગુઆની, વેનેઝુએલાના કપાયા રોડ્રીગ્વેઝ ગોન્ઝાલેઝ, આર્જેન્ટિનાના મારીઆનો ઓગસ્ટીન, રિપબ્લિક ઓફ પેરાગ્વેના ફ્લેમિંગ, સુરીનામના અરૂનકોઈમર હાર્ડિઅન, બોલીવિયાના સર્જીઆ ડારીઓ એરીસ્પે અને ક્યુબાના જુઆન કાર્લોસ માર્સન સહિતના રાજદૂતોનો સમાવેશ થાય છે. રાજદૂતોએ કંપનીના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું.

 

 

કંપનીના સીઈઓ સિદ્ધાર્થ દોશીના જણાવ્યા અનુસાર, ‘રે નેનો સાયન્સ એન્ડ રીસર્ચ સેન્ટર’ નેનો ફર્ટિલાઇઝર ક્ષેત્રે ભારતની અગ્રણી કંપની છે. ખાનગી ક્ષેત્રમાં નેનો યુરિયા માટે ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર લાઈસન્સ મેળવનારી તે પ્રથમ કંપની છે.

 

 

દોશીના મતે, નેનો ફર્ટિલાઇઝર ભારત માટે આશીર્વાદરૂપ છે અને હવે દરેક દેશ તેને ભવિષ્ય તરીકે જોઈ રહ્યો છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં, દરેક દેશને પોતાની ખાદ્ય સુરક્ષા અને ખાતર સુરક્ષા માટે નેનો ફર્ટિલાઇઝરની તાતી જરૂર છે. આ જ કારણોસર લેટિન અમેરિકા સહિત વિવિધ દેશોના રાજદૂતોએ કંપનીની મુલાકાત લીધી હતી. તેઓ પ્લાન્ટ જોઈને પ્રભાવિત થયા હતા અને ભારત પાસેથી ટેકનોલોજી મેળવવા, ઉત્પાદનોનું વેચાણ કરવા અને સંયુક્ત સાહસો સ્થાપિત કરવામાં રસ દાખવ્યો હતો. આ ભારત માટે ગર્વની વાત છે.

Back to top button
error: Content is protected !!