આણંદ – અમિત ચાવડાની સરકાર પાસે દરેક પરિવારને 1 કરોડની સહાય આપવા માગણી

આણંદ – અમિત ચાવડાની સરકાર પાસે દરેક પરિવારને 1 કરોડની સહાય આપવા માગણી
તાહિર મેમણ – આણંદ – 18/06/2025 – આંકલાવના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના અગ્રણી અમિતભાઈ ચાવડાએ રાજ્ય અને કેન્દ્રસરકાર પાસે 1 કરોડની સહાય આપવા માગણી કરી છે અમદાવાદથી લંડન જતા એર ઈન્ડિયાના વિમાનની દુર્ઘટનામાં થયેલા મૃત્યુ બાદ મૃતકોના પરિવારો માટે . સહાયની જાહેરાત થઈ રહી છે. વિમાન દુર્ઘટનામાં 242 પૈકી 241 મુસાફરોના મોત થયા છે. આ ઉપરાંત ક્રેશ સ્થળે આવેલી હોસ્ટેલ અને આસપાસના વિસ્તારમાં પણ અનેક લોકોના મોત નિપજ્યા છે.
ટાટા કંપનીએ મૃતકોના પરિવારને 1-1 કરોડની સહાય અને એર ઈન્ડિયાએ 25-25 લાખની સહાયની જાહેરાત કરી છે. જોકે, કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી હજુ સુધી કોઈ સહાયની જાહેરાત થઈ નથી.
આંકલાવના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના અગ્રણી અમિતભાઈ ચાવડાએ સરકાર પાસે મદદની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે એરલાઈન્સ કંપનીએ એક કરોડની સહાય જાહેર કરી છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને દરેક મૃતકના પરિવારને એક કરોડની સહાય આપે.
ચાવડાએ કહ્યું કે પૈસાથી સ્વજનની ખોટ પૂરી નથી થઈ શકતી. પરંતુ મૃતકોના બાળકો અને પરિવારના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે સહાનુભૂતિપૂર્વક વિચાર કરવો જોઈએ. બંને સરકારો મળીને એક કરોડની સહાય જાહેર કરે તેવી તેમની માગણી છે.




