આણંદ જિલ્લા અલ્પેશ પઢીયારે કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આજે કાર્યભાર સંભાળ્યો
આણંદ જિલ્લા અલ્પેશ પઢીયારે કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આજે કાર્યભાર સંભાળ્યો
તાહિર મેમણ – ડેડીયાપાડા – 26/06/2025 – અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન સુજન અભિયાન અંતર્ગત અલ્પેશ પઢીયારે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આજે કાર્યભાર સંભાળ્યો. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા પદગ્રહણ સમારોહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહમાં આણંદ જિલ્લા પ્રભારી ભીખાભાઈ રબારી, બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ મહિડા સહિતના નેતાઓએ હાજરી આપી હતી. મુસ્લિમ અગ્રણી એમ.જી. ગુજરાતી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવનિયુક્ત પ્રમુખ અલ્પેશ પઢિયારે જણાવ્યું કે આણંદ જિલ્લાને ફરી મજબૂત બનાવવાની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. તેમણે સંગઠન, સહકાર અને સામાન્ય વર્ગના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી ખંતથી નિભાવવાની ખાતરી આપી. તેમણે લોક પ્રશ્નોને પ્રાધાન્ય આપવાનું વચન આપ્યું. સમય કપરો હોવા છતાં હિંમત અને સંગઠનના જોરે કામ કરવાની તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.