આણંદ જિલ્લા કલેક્ટરને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી” નો એવોર્ડ મળ્યો,
આણંદ જિલ્લા કલેક્ટરને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી”
નો એવોર્ડ મળ્યો,
તાહિર મેમણ – આણંદ 23/11/2024 – ગીર-સોમનાથ ખાતે તારીખ 21 થી 23 નવેમ્બર દરમિયાન યોજાયેલી ચિંતન શિબિરમાં આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ વર્ષ 2020-21 માં જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ખૂબ સારી કામગીરી કરી હતી. કોરોનાના કપરા સમયમાં પણ તેમણે લોકસુખાકારી માટે કરેલા કાર્યને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા 2020-21 ના વર્ષમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકેની તેમની ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવાઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત કરી બિરદાવી છે. ગીર સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીને પ્રશસ્તિપત્ર અને રૂપિયા 51,000 નો ચેક અર્પણ કરી તેમના કાર્યને બિરદાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કલેકટર પ્રવીણ ચૌધરીએ જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તે સમયે વહીવટી તંત્રને મજબૂત બનાવવા માટે કરેલા કાર્ય બદલ તેમને રાષ્ટ્રીય સ્તરનો દિનદયાલ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર પણ મળ્યો છે.