આણંદ આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાનગર ખાતે આવેલ રાધે ઢોકળા સીલ કરાયુ
આણંદ આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાનગર ખાતે આવેલ રાધે ઢોકળા સીલ કરાયુ
તાહિર મેમણ – 15/10/2025 – આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ, ખાણીપીણીના એકમો ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા વિદ્યાનગરના રાધે ઢોકળા ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતા નો સદંતર અભાવ, ખોરાકમાં ભેળસેળ અને ગંદકી જોવા મળી હતી.
મહાનગરપાલિકા ની ટીમ દ્વારા રાધે ઢોકળા ખાતે હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઈજિન ન હોઈ અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈ ને આધીન જીપીએમસીની કલમ ૩૭૬ એ અંતર્ગત સીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મનપા ની ટીમ દ્વારા રાધે ઢોકળા ખાતે તપાસણી કરતા સ્વચ્છતા નો અભાવ જોવા મળતા દંડ કરવામાં આવ્યો હતો.