ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ મહા નગર પાલિકા દ્વારા 1.5 કરોડના ખર્ચે નવો આધુનિક ઢોર ડબ્બો તૈયાર કરાશે

આણંદ મહા નગર પાલિકા દ્વારા 1.5 કરોડના ખર્ચે નવો આધુનિક ઢોર ડબ્બો તૈયાર કરાશે

 

તાહિર મેમણ – આણંદ – 29/08/2025 – આણંદ મનપાએ શહેરમાં ઢોર નો ત્રાસ દૂર કરવા માટે સંદેશર રોડ પર રૂપિયા 1.5 કરોડના ખર્ચે ઢોર ડબ્બો તૈયાર કરવાની કવાયત હાથ ધરી છે.ત્યારે ઢોર ડબ્બો નહીં હોવાથી ટીમોને કરમસદ વિદ્યાનગરમાં રખડતાં ઢોર રાખવાની ફરજ પડતી હતી.

 

બીજી તરફ ગણેશ ચોકડી ઢોર ડબ્બામાં પુરી દેવાયેલા 35 પશુઓને પશુ પાલકો છોડાવી જતાં આણંદ મનપા તંત્રને કડવો અનુભવ થયો હોવાથી મંજુરી મળતાની સાથે આધુનિક ઢોર ડબ્બો તૈયાર કરવા કામગીરી શરૂ કરી દીધી હોવાથી 300થી વધુ ઢોર સમાવી શકાય છે.જેના પગલે શહેરીજનોને રખડતા ઢોરને પગલે અકસ્માતના બનાવની મુશ્કેલી ઓમાંથી મુકિત મળશે.

 

આણંદ મનપા હસ્તક ગણેશ ચોકડી ઢોર ડબ્બામાં સુવિધાઓ નહીં હોવાથી ડાકોર,અમદાવાદ સહિત અન્ય જિલ્લામાં 7 દિવસ બાદ ઢોર પકડીને પાંજરા પોળમાં મોકલી દેવામાં નોંબત આવતી હતી.ત્યારે કેટલીક વખત પીવાના પાણી તેમજ ઘાસચારાનો અભાવ જોવા મળતાં પશુઓ મોતને ભેટવાના બનાવો બનતા હતા.

 

આખરે રાજ્ય સરકારે દરખાસ્ત મોકલવામાં આવતાં મજૂરી મળતાની સાથે કરમસદ સંદેશર રોડ પર આવેલ ડમ્પીંગ સાઇટ બંધ કરીને દોઢ કરોડના ખર્ચે ઢોર ડબ્બો તૈયાર કરવામાં આવશે.હાલમાં વરસાદ પડતો હોવાથી કામગીરી બંધ રાખવા આવી છે.પરંતુ વરસાદ વિરામ ફરમાવતાંની સાથે યુદ્વના ધોરણે કામગીરી હાથ ધરવા શરૂ કરી દેવામાં આવશે તેમ આણંદ મનપાના સૂત્રોએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!