ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ મેમણ જમાત ફેડરેશન દ્વારા “વિદ્યાર્થી સન્માન” સમારંભ નું આયોજન કરવામાં આવ્યું.

આણંદ મેમણ જમાત ફેડરેશન દ્વારા “વિદ્યાર્થી સન્માન” સમારંભ નું આયોજન કરવામાં આવ્યું.

તાહિર મેમણ – આણંદ – 16/06/2025 – આણંદ મુકામે આણંદ શહેર માં વસતા મેમણ સમાજ ના ધોરણ 10,11,12 અને કૉલેજ માં પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓ નું ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના પ્રમુખ ઇકબાલ ભાઈ ઓફિસર યુથ ચેરમેન ઇમરાન ભાઈ ફ્રુટવાલા અને આણંદ યુથ વિંગ ના કન્વિનર મોઇનુદ્દીન નાથાણી(રાજા મેમણ) ના માર્ગદર્શક હેઠળ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન આણંદ યુથ વિંગ દ્વારા ખૂબ જ શાનદાર આયોજન કરવામાં આવ્યું.
આ પ્રોગ્રામ ની શરૂઆત અમદાવાદ માં થયેલ પ્લેન ક્રેશ અકસ્માત ને લઈને 2 મિનિટ નું મૌન પાડવામાં આવ્યું. ત્યાર બાદ મેમણ એન્થમ વગાડી પ્રોગ્રામ ની શરૂઆત કરવામાં આવી.
આ પ્રોગ્રામ માં મેમણ સમાજ ના 60 થી વધુ વિધાર્થીઓ ને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.પ્રોગ્રામ માં ઉપસ્થિત મુખ્ય મહેમાન આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી ના પ્રમુખ બિપિન ચંદ્ર પટેલ (વકીલ),ગુજરાત હાઈકોર્ટે ના એડવોકેટ મહેશ ભાઈ મકવાણા,પારુલ યુનિવર્સિટી ના પ્રોફેસર ક્રિસ્ટિના પરમાર મેડમ,વિસન એજ્યુકેશન ટ્રસ્ટ ના મહંમદ તોસિફ પઠાણ સર દ્વારા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન મળે તે હેતુસર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.આણંદ મેમણ સમાજ ના બાળકોને સમાજ દ્વારા જે પણ મદદ મળતી હોય તે માટે આણંદ મેમણ જમાત ના પ્રમુખ અબ્દુલ રજ્જાક મેમણ(બંગડીવાળા),ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના જોનલ સેક્રેટરી જાવેદ ભાઈ મેમણ(રાખડી વાળા),મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ઈલિયાસ ભાઈ મેમણ,આણંદ મેમણ જમાત ના જો.સેક્રેટરી સાજીદ ભાઈ મેમણ ,યુસુફ ભાઈ બાટાવાળા,હાજી જાવેદ બંગળીવાળા,હાજી યાકુબ ભાઈ સૂર્યા અને મહંમદ કાકા(બાપજી) દ્વારા તેવું આશ્વાસન આપવામાં આવ્યું.
આણંદ મેમણ સમાજ માં યોગદાન આપવા બદલ યુથ વિંગ દ્વારા ઇકબાલ ભાઈ પુનાવાળા,હાજી જાવેદ બંગડીવાળા અને કાદર ભાઈ મેમણ(પ્રમુખ -અશરફી વેલ્ફેર ટ્રસ્ટ)નું મેમણ સ્ટાર એવોર્ડ તથા યુથ સ્ટાર એવોર્ડ માટે મોઇનુદ્દીન નાથાણી(રાજા મેમણ) અને તુફેલ મેમણ (રહેમત હોસ્પિટલ) ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રોગ્રામ નું એન્કરિંગ મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ઈલિયાસ ભાઈ મેમણ અને પ્રેઝન્ટેશન ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન આણંદ યુથ વિંગ ના કો.ઓર્ડીનેટર તુફેલ મેમણ દ્વારા કરવામાં આવ્યું.આ પ્રોગ્રામ ને સફળ બનાવવા ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ની આણંદ યુથ વિંગ ના કન્વિનર મોઇનુદ્દીન નાથાણી(રાજા મેમણ),કો.ઓર્ડીનેટર તુફેલ મેમણ,જો.સેક્રેટરી આસિફ મેમણ,ઇમરાન મેમણ,અંજુમ મેમણ,અદનાન મેમણ અને તન્વીર મેમણ એ યોગદાન આપ્યું.

Back to top button
error: Content is protected !!