આણંદ મેમણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું.
આણંદ મેમણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું.
તાહિર મેમણ – આણંદ – 24/09/2025 – આજ ની આ વ્યસ્ત જીવન માં યુવાઓ ખૂબ જ સ્ટ્રેસ પૂર્ણ જીવન જીવી રહ્યા છે તેવા યુવાઓ ને પોતાની ફિટનેસ માટે પ્રોત્સાહિત કરવા હેતુ મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના ચેરમેન ઈલિયાસ ભાઈ મેમણ અને વાઇસ ચેરમેન તુફેલ મેમણ ના માર્ગદર્શન હેઠળ તારીખ 22/09/2025 ના રોજ મેમણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આણંદ ના એડવોકેટ મિત્રો અને મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના યુવાઓ ની ટિમો વચ્ચે નાઈટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આણંદ ના પ્રખ્યાત એડવોકેટ મહેશ ભાઈ મકવાણા ની ટિમ એડવોકેટ કિંગ્સ વીજેતા રહી.અને ઈલિયાસ ભાઈ મેમણ ની ટિમ મેમણ રાઈડર્સ ઉપ વિજેતા રહી.આ ટુર્નામેન્ટ માં બેસ્ટ બેટ્સમેન રૈયાન વોહરા,બેસ્ટ બોલર એડવોકેટ મહેશ ભાઈ મકવાણા અને બેસ્ટ ફીલ્ડર રુહાન મેમણ રહ્યા.ફ્રેન્ડલી કપ ટુર્નામેન્ટ માં એડવોકેટ મહેશ ભાઈ મકવણા,મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના ચેરમેન ઈલિયાસ ભાઈ મેમણ અને વાઇસ ચેરમેન તુફેલ મેમણ એ ભાગ લઈ તમામ યુવાઓ ને પ્રોત્સાહિત કર્યા.આ ટુર્નામેન્ટ નું સફળ આયોજન મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના સ્પોર્ટ્સ વિંગ ના ચેરમેન આસિફ મેમણ(હેન્ડ્સ ફ્રી),અદનાન મેમણ, ઇમરાન મેમણ અને નદીમ મેમણ દ્વારા કરવામાં આવ્યું.