ANANDUMRETH

ઉમરેઠ ખાતે દશા ખડાયતા કેળવણી મંડળનો ૨૯મો ઇનામ વિતરણ સમારોહ યોજાયો.

૭૦ વર્ષથી ઉપર ના વડીલો અને લગ્ન જીવનના ૪૫ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા હયાત દંપતી ને સન્માનીત કરાયા.

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

ઉમરેઠ દશા ખડાયતા કેળવણી મંડળનો ૨૯મો ઇનામ વિતરણ કાર્યક્રમ દશા ખડાયતા ની વાડી ખાતે કૄપાબેન હર્ષકુમાર ચોકસી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ પદે પારૂલબેન જયેશકુમાર શાહ, કામીનીબેન જીગરકુમાર દેસાઇ, તરૂણભાઇ નવનીતલાલ શાહ, તેમજ અમિત ગોપાલચંન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા. દિપ પ્રાગટ્ય અને પ્રાર્થના થી કાર્યક્રમ ની શરૂઆત થઇ હતી ત્યાર બાદ નવા વરણી પામેલ પ્રમુખ વિજયભાઇ દોશીએ સૌ મહેમાનો ને શાબ્દીક આવકાર આપ્યો હતો. ત્યાર બાદ મંત્રી રાજેશભાઇ શાહએ જ્ઞાતિ ની વિવિધ પ્રવૄત્તિઓ અંગે અહેવાલ રજુ કર્યો હતો. જ્ઞાતિના તેજસ્વી તારલાઓએ તેઓ ની શૈક્ષણિક સિધ્ધિ બદલ સન્માનીત કરી ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. જ્ઞાતિને હર હંમેશ પોતાનું માર્ગ દર્શન આપતા ૭૦ વર્ષ થી ઉપર ના વડીલો ને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા તેમજ લગ્ન જીવન મા ૪૫’વર્ષ પૂર્ણ કરનાર હયાત દંપતી ને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. જ્ઞાતિ માટે છેલ્લા વર્ષો થી કાર્યો કરનાર કેતનભાઇ કંચનલાલ શાહ, મિતેષભાઇ જયંતિલાલ શાહ (આગરવાવાળા), પ્રમેશભાઇ દોશી (સી.એ), દર્શનાબેન રાજેન્દ્રભાઇ દોશી નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દશા ખડાયતા કેળવણી મંડળના પ્રમુખ વિજયભાઇ દોશીએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું હતુ કે, શિક્ષણ જેવી કોઇ મિલકત નથી અને બાળકને શિક્ષણ આપવામાં વાલીઓએ કોઇ પાછી પાની ન કરવી જોઇયે, તેઓએ જ્ઞાતિના કાર્યો માં સહયોગ કરનાર સૌ દાતા અને કાર્યકરો નો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ નું સફળ સંચાલન પ્રિતિબેન શાહ અને દર્શના દોશીએ કર્યુ હતુ અને આભાર વિધિ ભાવેશભાઇ શેઠે કરી હતી. સાંજના સમયે સાંસ્કૄતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં જ્ઞાતિજનો દ્વારા પોતાની પ્રતિભા ને અનુરૂપ કાર્યક્રમ રજૂ કર્યા હતા.

Back to top button
error: Content is protected !!