પ્રતિનિધિ: ડાકોર
તસ્વીર:કુંજન પાટણવાડીયા
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વૈષ્ણવોની સુખાકારી માટે લાખોને કરોડોની સંખ્યામાં રાજા રણછોડના દર્શન કરવા આવતા હોય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દેશભરમાં 103 ઈ લોકાર્પણ રેલ્વે સ્ટેશનનો ખુલ્લા મુકવામાં આવ્યા.ઠાસરા તાલુકાના યુવા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર અને ડાકોર ટેમ્પલ કમિટી ના ચેરમેન પરિન્દુભાઈ ભગત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં નગરજનો દેખાયા હતા.ઠાસરા તાલુકાના યોગેન્દ્ર સિંહ પરમારે ભવિષ્યમાં લાંબા રૂટની રેલવે સ્ટેશન પર રેલ્વે ઉભી રહે એવી સરકારને ધ્યાન દોરશે તેવું જણાવ્યું હતું જેથી કરીને આવનાર વૈષ્ણવો શ્રી રણછોડરાય મહારાજ ના દર્શન કરી રેલ્વેનો લાભ લઈ શકે.