આણંદ – કેરીની એક જ સીઝનમાં સરેરાશ રૂ.૧,૫૦,૦૦૦ જેટલી આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત
આણંદ – કેરીની એક જ સીઝનમાં સરેરાશ રૂ.૧,૫૦,૦૦૦ જેટલી આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત
તાહિર મેમણ – આણંદ – યુવા ખેડૂતો પોતે તો આર્થિક રીતે ઉન્નત થઈ રહ્યા છે અને અન્ય લોકોના જીવન નિર્વાહ માટે રોજગારી પૂરી પાડી રહ્યા છે.
આજે વાત કરવી છે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના અહિમા ગામના યુવા ખેડૂત જયંતીભાઈ પટેલ.
જીગરભાઈએ ખેતીક્ષેત્રે નવી દિશા આપીને યુવા ખેડૂતોને ખેતીક્ષેત્રે ઝંપલાવવા માટે પ્રેરણા પૂરી પાડી છે.
જીગરબાઈએ આ વખતની કેરીની સિઝનમાં કેરીના રસના પ્રોસેસિંગ માટે સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તેમને ગત વર્ષે બાગાયત ખાતા દ્વારા મળતી પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના અંતર્ગત રૂ.૨,૪૪,૮૫૦ ની સહાય મેળવીને તેઓને પોતાનું યુનિટ શરૂ કર્યું.જે એક દિવસમાં ૧૦૦૦ લીટરથી વધુ કેરીના રસની પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે.અત્યાર સુધીમાં તેમણે ૪૦ થી ૫૦ ઓર્ડરો પૂરા કર્યા છે, અને સરેરાશ રૂ.૧,૫૦,૦૦૦ ની આવક પણ મેળવી છે.
આ સ્ટાર્ટઅપ દ્વારા જીગરભાઈ પોતે આર્થીક રીતે સધ્ધર નથી બન્યા પરંતું તેઓએ અન્ય ૬ થી ૭ જેટલા લોકોને પણ રોજગારી આપીને આર્થીક રીતે પગભર બનાવ્યા છે.
પોતાના સ્ટાર્ટઅપ વિશે જીગરભાઈ જણાવે છે કે, કેરીની સિઝનમાં કેરીના રસના પ્રોસેસિંગ માટે વડોદરાથી શ્રેષ્ઠ ગુણવત્તાવાળી કેરી પસંદ કરીને લાવે છે.અને ગ્રાહકોની માંગ મુજબ જુદી જુદી જાતની કેરીનું પ્રોસેસિંગ કરે છે.વધુમાં તેઓ આગળ જણાવતા કહે છે કે, અમારા દ્વારા કરાયેલ કેરીના રસની ગુણવત્તાને લીધે અમે ગામમાં જ નહિં, પણ આજુબાજુના વિસ્તારમાં જાણીતા બન્યા છીએ.