ANANDANAND CITY / TALUKO

આણંદ પેટલાદ કોલેજ ચોકડી પાસેના રૂપિયા ૩૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓવર બ્રિજનું કરશે લોકાર્પણ

આણંદ પેટલાદ કોલેજ ચોકડી પાસેના રૂપિયા ૩૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓવર બ્રિજનું કરશે લોકાર્પણ

તાહિર મેમણ – આણંદ – 09/04/2025 – આગામી તા. ૧૨ એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે પધારનાર છે. મુખ્યમંત્રી જિલ્લાના નડિયાદ-પેટલાદ-ખંભાત રોડ પર આવેલ પેટલાદ કોલેજ ચોકડી પાસેના રૂપિયા ૩૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રીશ્રીની આણંદ જિલ્લાની મુલાકાતને ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારુ આયોજન – અમલીકરણ અર્થે સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ મુખ્યમંત્રીના પેટલાદ ખાતેના કાર્યક્રમને ધ્યાને લઈ સબંધિત અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી સુચારૂ રૂપે થાય તે જોવા જણાવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈએ વિવિધ વિભાગના અધિકારીઓને તેમના કાર્યક્ષેત્ર અંતર્ગત કરવાની થતી કામગીરીથી માહિતગાર કરી કાર્યક્રમના સ્થળ, હેલીપેડ, રસ્તા, ટ્રાફિક સહિતની આનુસાંગિક તમામ વ્યવસ્થાઓ સંદર્ભે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના-માર્ગદર્શન આપ્યુ હતુ.

Back to top button
error: Content is protected !!