પ્રતિનિધિ:બોરસદ
તસ્વીર:કુંજન પાટણવાડીયા
આજ રોજ બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનના હે.કો શક્તિસિંહને પોતાના અંગત બાતમીદાર ઘ્વારા બાતમી હકીકત મળી હતી કે નાપા વાંટા ખાતે નામણ રોડ પોટિયા વિસ્તારમાં રહેતા મુસ્તાકભાઈ ઇશુભા રાણાના વાડામાં ખુલ્લી જગ્યામાં તેના સાગરીતો શકીલ ઉર્ફે ખાટકી તથા તેના દીકરાઓ બહારથી ચોરીછૂપીથી કતલ કરવાના ઇરાદાથી ગાયો લાવીને ઘેરકાયદેસર રીતે ગાયનું કતલ કરી માંસ વેચાણની પ્રવૃતિ કરે છે અને હાલમાં મુસ્તાક રાણાના વાડામાં કતલ કરવા માટે ગાયો બાંધી રાખેલ છે.જે આધારે તપાસ કરતા મુસ્તાક રાણા એ પોતાના વાડામાં ક્રૂરતા પૂર્વક કોઈપણ પ્રકારના શેડ માર્યા વિના ,પાણી કે ઘાસચારાની પણ વ્યવસ્થા વિના બે ગાયો ગેરકાયદેસર કતલ કરવાના ઇરાદા થી ગાય કટીંગ કરવાની તૈયારી કરી રાખી હતી,જેમાં સ્થળ તપાસ કરતા ગાય કટીંગ કરવાના સાધનો પણ મળી આવેલ છે.
જેમાં બોરસદ રૂરલ પોલીસે,
(૧) સાહિલભાઈ સકીલભાઈ ઉર્ફે ખાટકી કુરેશી રહે.નાપા તળપદ એકતાનગર આ
પાછળ કાંસના નાળા પાસે તા.બોરસદ જી.આણંદ
(૨) મુસ્તાકભાઇ ઇશુભા ગલાબસીંગ રાણા રહે.નાપા વાંટા, નામણ રોડ પોટીયા વિસ્તાર, તા.બોરસદ,
(૩) ઇરર્ફાનઅલી બક્સઅુ લી અહમેદઅલી સૈયદ રહે.નાપા તળપદ ખારાકુવા ટેકરા, તા.બોરસદ
ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બીજા આરોપીઓ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.