પ્રતિનિધિ:ઉમરેઠ
તસ્વીર: કુંજન પાટણવાડીયા
ઉમરેઠ ખાતે છેલ્લા કેટલાય સમયથી નડિયાદ ડાકોર હાઈવે રોડ બની રહ્યો છે ત્યારે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી હતી પરંતુ હાલ તે રોડ ઉમરેઠ ઓડ ચોકડીથી બસ સ્ટેન્ડ સુધી નવીન રોડ બની ગયેલ છે છતાં એક પણ સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યો નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ નગરજનો કેટલાય સમયથી રોડ બનવાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને રોડની કામગીરી માથાના દુખાવા સમાન લાગતી હતી,પણ હવે તો રોડ નવીન બની ગયેલ છે પણ સ્પીડ બ્રેકર મુકવામાં ન આવતા વાહનચાલકો બેફામ પૂર ઝડપે ચાલી રહ્યા છે ત્યારે નગરજનો માં અકસ્માતનો ભય ઘર કરી ગયો છે અને સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી રહ્યા છે તેવામાં જોવાનું રહ્યું કે રોડ ખાતા વાળા ક્યારે આ વિષયે ધ્યાન દઈને કામગીરી કરે છે.