ANANDUMRETH

ઉમરેઠ નગરના જાગનાથ ભાગોળ અને ખારવાવાડી વિસ્તારમાં ચોરો આયાની આશંકાથી પ્રજામાં ગભરાહટ.

ચોરોના ભયથી પ્રજાના ટોળેટોળા હાથમાં લાકડી,દંડા લઈને ઉજાગરા કરીને પોતાની સલામતી કરી રહ્યા છે

 

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

ઉમરેઠ નગરમાં કેટલાય સમયથી ચોરોનો આતંક જોવા મળી રહ્યો છે.નગરમાં અલગ અલગ વિસ્તારમાં ચોરો દ્વારા ચોરી કરવામાં આવી.ચોરોના આતંકના કારણે ઉમરેઠ નગરની પ્રજાની ઊંઘ હરામ થઈ ગઈ છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ સામે પણ પ્રજા સવાલ કરી રહી છે.ગત રોજ રાત્રીના રોજ ઉમરેઠ નગરના જાગનાથ ભાગોળ વિસ્તારમાં ચોરો આયા ચોરો આયા ની બૂમો સંભળાતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા.તેમજ ઉમરેઠ નગરના ખારવાવાડી વિસ્તારમાં ચોર દેખાયાની આશંકાથી વિસ્તારના લોકોને આખી રાત ચોરના ભયથી જાગરણ કરવાનો વખત આવ્યો હતો.ચોરો દ્વારા ઉમરેઠ નગરને ટાર્ગેટ કરવામાં આવ્યો હોય તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે અને ઉમરેઠ નગરની પ્રજા ચોરોના આતંકથી ઉજાગરા કરી રહી છે ત્યારે પોલીસ તંત્રના પેટ્રોલિંગ સામે પ્રજા અનેકો સવાલ કરી રહી છે.નગરના વિસ્તારોમાં પ્રજાએ જાતે જાગરણ કરીને પોતાની સલામતી રાખવાની ફરજ પડી રહી છે.

Back to top button
error: Content is protected !!