GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના શનાળા રોડ પર ડમ્પર ચાલકે બે વાહનોને હડફેટે લીધા: સદનસીબે કોઇ જાનહાનિ નહીં

MORBI:મોરબીના શનાળા રોડ પર ડમ્પર ચાલકે બે વાહનોને હડફેટે લીધા: સદનસીબે કોઇ જાનહાનિ નહીં
મોરબીના શનાળા રોડ પર એક પીધેલા ડમ્પર ચાલકે બે વાહનો સાથે અકસ્માત સર્જ્યો છે. જો કે સદનસીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.
મોરબીના શનાળા પાસે પુલ ઉતરતા જ પીધેલી હાલતમાં રહેલા જીજે 36 વી 1010 નંબરના ડમ્પર ચાલકે એક કન્ટેનરને ઠોકર મારી હતી. જેમાં કન્ટેનરની ડીઝલની ટાકીમાં નુકસાન થયું હતું. બાદમાં આ ડમ્પર ચાલકે એક ઇનોવા કારને બે વખત ઠોકર મારી હતી. જેમાં ઇનોવા કારમાં પાછળના ભાગે મોટી નુકસાની સર્જાય છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. પણ આ બનાવને પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળા ઉમટીયા હતા. આમ મોરબી જિલ્લામાં દારૂબંધીના નિયમના લીરા ઉડાડતી વધુ એક ઘટના સામે આવી






