વિદ્યાદાન એ જ શ્રેષ્ઠદાન આ પંક્તિને સ્વામિનારાયણ હાઇસ્કુલ કેવડિયા કોલોનીમાં અભ્યાસ કરેલ મૂળ વડોદરાના અને હાલ અમેરિકામાં રહેતા શ્રેયા પટેલે ખંભાત તાલુકાના નાના કલોદરા ગામની શ્રી ચંચલદીપ વિદ્યાવિહારમાં ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા માટે ₹2,00,000 નું માતબર દાન આપ્યું હતું. રાજકોટના અગ્નિ કાંડ બાદ સમગ્ર ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટેનું ફરજિયાત કરાયું છે, ત્યારે સરકાર દ્વારા નિયત કરાયેલ ફી કરતા ખૂબ જ ઓછી ફી લઈને શાળાને સાચા અર્થમાં શૈક્ષણિક ધામ બનાવી વિદ્યાર્થી ઉત્કર્ષ એ જ શાળાનું હેતુ એ ધ્યાને લઈને કાર્ય કરતી શાળામાં ફાયર સેફટીની સુવિધા ઉભી કરવાનો ખર્ચ, બીજો દાદર બનાવવાનો ખર્ચ, થ્રી ફેસ વીજળી કનેક્શન નો ખર્ચ આમ બધું મળીને અંદાજિત સાડા ચાર થી પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ થનાર છે ,ત્યારે આ શાળાના પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલના ભૂતપૂર્વ વિદ્યાર્થીની, ઉષાબેન અને અશ્વિનભાઈની દીકરી અને દીકરા આરોહની માતા શ્રેયા પટેલે પોતાના ગુરુની શાળાના વિકાસ બાબતની તકલીફ સમજીને શાળાને માતબર દાન આપી વિદ્યાદાનની સાથે શ્રેષ્ઠ વિદ્યાર્થીની તરીકેની ભૂમિકા ભજવી હતી. પોતાના પુત્ર આરોહને વિદ્યાદાન એ જ શ્રેષ્ઠદાનનું મૂલ્યલક્ષી શિક્ષણ આપનાર શ્રેયા પટેલનો મંડળના પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલે સમગ્ર શાળા પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કરી તેમની ઉન્નતિ અને પરિવારમાં સદાય ખુશી રહે તેવી શુભેચ્છા સાથે પ્રભુને પ્રાર્થના કરી હતી.