પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
શિવાય પરિવાર દ્વારા આયોજીત ઉમરેઠ ખડાયતા પ્રિમિયર લીગ નું આયોજન તા.૧૬/૧૧/૨૦૨૪ થી ૧૭/૧૧/૨૦૨૪ સુધી કરવામાં આવ્યું હતુ. પ્રથમ.દિવસે લીગ મેચ તેમજ આજે બીજા દિવસે સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ યોજાઇ હતી. ફાઇનલ મેચમાં શ્રીજીબાવા ઇલેવન સામે ચેમ્પીયન ઇલેવન વચ્ચે રમાઇ હતી જેમાં શ્રીજીબાવા ઇલેવન ટોસ જીતે પહેલા ફિલ્ડીગ કરી હતી, ચેમ્પીયન ઇલેવન દ્વારા નિરધારીત ૧૪’ઓવરમાં ૧૨૨ રન નો શ્રીજી લ્બાવા ઇલેવન ને પડકાર આપ્યો હતો જવાબમાં રસકસી ભરી મેચમાં શ્રીજીબાવા ઇલેવને ૧૩ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી લક્ષાંક પ્રાપ્ત કરી ભવ્ય વિજય મેળવ્યો હતો. વિનર ટીમના કેપ્ટન ૠષી શાહએ સૌ ટીમ પ્લેયર ને અભિનંદન આપ્યા હતા. ફાઇનલ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર હર્ષીલ ને મેન ઓફ ધ મેચ , તેમજ સમગ્ર ટુર્નામેન્ટ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અંકિત શેઠ (વકીલ) ને મેન ઓફ ધ સીરીઝ ની ટ્રોફી શિવાય પરિવાર દ્વારા એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રેષ્ઠ એનર્જેટીક પ્લેયર તરીકે તિર્થ દોશી અને શ્રેષ્ઠ બેસ્ટમેન અમન ચોકસી ને શિવાય પરિવાર દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સમગ્ર આયોજન ને સફળ રીતે પાર પાડવા બદલ શિવાય પરિવાર વતી કૌટીલ્ય બાવાવાળા અને સમર્થ દોશીએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સાથ આપનાર સૌ સમાજ ના લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો. મેચ નો આનંદ લેવા મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.