
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી, તા-18 માર્ચ : કચ્છ જિલ્લામાં શિક્ષકોની ધટ નિવારવા તેમજ તેનો કાયમી ઉકેલ લાવવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા કચ્છના તમામ ધારાસભ્યશ્રીઓ,સાંસદશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી તેમજ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રીને કરાયેલ રજૂઆતને સરકાર સુધી પહોંચાડી જે હકારાત્મક પરિણામ તેમજ વિધાર્થી હિત માટે ઐતિહાસિક નિર્ણય લેવામા આવેલ છે તે બદલ ગુજરાત સરકારના માનનીય મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલસાહેબ,શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરસાહેબ અને પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ તેમજ કચ્છના સૌ જન પ્રતિનિધિઓનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.



