
તસ્વીર:કુંજન પાટણવાડીયા
પ્રતિનિધિ:ઉમરેઠ
આણંદ ના ઉમરેઠ રામનવમી ના તહેવાર ને ધ્યાને રાખી આણંદ જિલ્લા ડીવાયએસપી પંચાલ સાહેબ તથા ઉમરેઠ પોલીસ સ્ટેશનના પીઆઇ એસએચ બુલાન તથા ઉમરેઠ પોલીસ સ્ટેશન પીએસઆઇ એમ કે ખરાડી ના નેતૃત્વ હેઠળ ઉમરેઠ પોલીસ મથકે હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો યુવાનો સહિત શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં જરૂરી માર્ગદર્શન તથા નીતિ નિયમોનું પાલન કરવા માટે જાણ કરી હતી.જેથી કરી તહેવાર નિમિત્તે ઉમરેઠ ગામમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન ઉમરેઠ કોમી એકતા જળવાય રહે શાંતિ સમિતિ ની બેઠક બાદ ઉમરેઠમાં ડીવાયએસપી પંચાલ તથા ઉમરેઠ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ એચ બુલાન અને એમ કે ખરાડી સહિત ઉમરેઠ પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે ઉમરેઠ ના વડા બજાર, કાછિયાવાડ,પંચવટી, સટાક પોળ, કોર્ટ રોડ જેવા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.





