પ્રતિનિધિ:ઉમરેઠ
તસ્વીર: કુંજન પાટણવાડીયા
ગત રોજ ઉમરેઠ પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાં પોલીસના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરના ખાનગી બાતમીદાર ઘ્વારા માહિતી મળી હતી કે ઉમરેઠ નગરના રોહિતવાસ,ભગવાનવગા વિસ્તારમાં રહેતો વિજય ડાહ્યાભાઈ રોહિત નામનો શખ્સ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખીને વિદેશી દારૂ વેચાણ કરી રહ્યો છે ત્યારે પોલીસના માણસો બાતમીદારના જણાવેલ સ્થળ પર જતા વિજય નામનો શખ્સ પોલીસને જોઈને ભાગવા લાગ્યો હતો ત્યારે વિજયને સ્થળ પર ઝડપી લઈને તેના હાથમાં કાપડની થેલી ખોલીને તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની શીલબંધ બે બોટલ મળી આવી હતી અને વધુ વિજયની પૂછપરછ કરતા તેને બીજી બોટલો પોતાના ધાબા પર સંતાડી રાખી છે ત્યારે પોલીસના માણસોએ વિજયના ઘરના ધાબા પર તપાસ કરતા પ્લાસ્ટીકનો કોથળો મળી આવ્યો હતો જેમાં વધુ ૯ બોટલ મળીને કુલ ૧૧ બોટલ વિજય પાસેથી મળી આવી હતી જેથી તેની પાસે દારૂ રાખવા માટેનું પાસ પરમિટ માંગવામાં આવતા વિજય પાસે મળી આવ્યું ન હતું જેથી વિજય રોહિત નામના શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસર તપાસ અર્થે કાર્યવાહી કરવામાં આવી.
ઉમરેઠ પોલીસે આ તે કેવા પ્રકારની કાર્યવાહી કરી.!?
ઉમરેઠ પોલીસ સ્ટેશનના માણસો થોડા દિવસ અગાઉ પેટ્રોલીંગમાં હતા ત્યારે મયુર જાદવ નામના શખ્સ પાસેથી પાસપરમીટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂના ૨ ક્વોટર મળી આવ્યા હતા અને મયુર જાદવને પૂછવામાં આવ્યું કે તું આ દારૂ ક્યાંથી લાવ્યો ત્યારે મયુર જાદવે જણાવ્યું કે વીંઝોલ ગામે રહેતા દિલાવર પરમાર એ દારૂ મંગાવી આપ્યું હતું ત્યારબાદ આ બંને શખ્સો સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી,
પરંતુ ગત રોજ પોલીસની કાર્યવાહી સામે સવાલ ઊભા થયા જેમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ વિજય રોહિત નામના શખ્સ પાસેથી ભારતીય બનાવટના વિદેશી ૧૧ નંગ દારૂની બોટલ મળી આવી હતી પણ વિજય રોહિત કોની પાસેથી દારૂ લાવીને વેચાણ કરી રહ્યા છે તેની ફરિયાદ માં ક્યાંય ઉલ્લેખ જોવા મળ્યો નથી.
આ તમામ ઘટનામાં ઉમરેઠ પોલીસે જો ૨ ક્વોટર વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો તે શોધી કાઢીને બંને શખ્સો સામે ગુનો દાખલ કર્યો હોય તો આ વિજય નામના શખ્સ પાસે ૧૧ નંગ વિદેશી દારૂની બોટલ મળી તો એ ક્યાંથી લાવ્યો તે હજી સુધી બહાર આવ્યું નથી ત્યારે ઉમરેઠ પોલીસની કામગીરી સામે અનેકો સવાલ ઊભા થયાની ચર્ચાઓ નગરમાં વહેતી થઈ છે.