પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
ઉ
મરેઠ બજાર સમિતિ ની નવી ટર્મ માટે બજાર સમિતિ ના ચેરમેન પદે પ્રકાશભાઇ બી.પટેલ તેમજ ભૂપતભાઇ પરમાર ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બજાર સમિતિમાં ભાજપ ની સત્તા હતી જે બરકરાર રહી છે ત્યારે ચેરમેન અને વા.ચેરમેન ને શુભેચ્છા વ્યક્ત કરવા ઉમરેઠ પાલીકા ના પ્રમુખ કનુભાઇ શાહ (બેંગ્લોરી) બજાર સમિતિના સભ્યો હોદ્દેદારો તેમજ વહેપારીઓ ઉપસ્થીત રહ્યા હતા. હવે સતત બીજી ટર્મ મા ચેરમેન પદે પ્રકાશભાઇ પટેલ અને વા.ચેરમેન પદે ભુપતભાઇ પરમાર કાર્યભાર શંભાળશે.