
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસા – એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સૌજન્યથી એનીમિયા તપાસ તથા બ્લડ ટેસ્ટ નો કાર્યક્રમ યોજાયો
એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી મોડાસા શાખા દ્વારા તમામ તાલીમાર્થીઓનો એનીમિયા તપાસ તેમજ બ્લડ ટેસ્ટ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મોડાસા શાખાના સંચાલક ભરતભાઈ પરમાર તેમજ તેમનો સ્ટાફ ખૂબ જ ઉત્સાહથી જોડાયો હતો.
આ કાર્યક્રમમાં તાલીમાર્થી બહેનોને જેમના બ્લડ કાઉન્ટ ઓછા આવ્યા તેમને સંસ્થા તરફથી આયર્નની ગોળીઓ ત્રણ માસ માટે ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવી હતી.10% થી નીચે હિમોગ્લોબીન ધરાવનાર વિદ્યાર્થીનીઓને ડોક્ટરી સલાહ સૂચન માટે સલાહ અપાઈ હતી અને ફાસ્ટ ફૂડ તેમજ શરીરને નુકસાન કરતા ફૂડ નો ત્યાગ કરીને ભારતીય ભોજન રોટલી શાક અને પૌષ્ટિક ખોરાકનો આગ્રહ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ નું માર્ગદર્શન આચાર્ય ડૉ સંતોષ દેવકરે આપ્યું હતું. કાર્યક્રમમાં પ્રભારી મંત્રી જયેશભાઈ દોશી, આર પી શાહ અને પ્રમુખ મહેન્દ્રભાઈ વી શાહે શુભેચ્છાઓ પાઠવી હતી.




