GUJARATKUTCHMANDAVI

કચ્છમાં આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાસન અને બાળ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૩ જાન્યુઆરી ૨૦૨૬ : મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત આઈસીડીએસ (ICDS) પોષણ સ્તર સુધારવા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલા અભિયાનના ભાગરૂપે ‘ત્રીજા મંગળવાર’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.  આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોમાં પોષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન જે બાળકોએ પ્રથમ ૬ માસ પૂર્ણ કર્યા છેતેવા ભૂલકાઓને આંગણવાડી કાર્યકરો અને મહાનુભાવોના હસ્તે પ્રથમવાર પૌષ્ટિક ઉપરી આહાર (Semi-solid food) આપી ‘અન્નપ્રાસન’ કરાવવામાં આવ્યું હતું. જે સાથે માતાઓને સમજાવવામાં આવ્યું હતું કે, ૬ માસ પછી માત્ર માતાનું દૂધ પૂરતું નથી, તેની સાથે ઘરે બનાવેલો નરમ અને પૌષ્ટિક ખોરાક આપવો બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત અનિવાર્ય છે.બાળ દિવસ અને વિવિધ પ્રવૃત્તિ – કચ્છમાં માત્ર પોષણ જ નહીં, પણ બાળકોના મનોરંજન અને શિક્ષણને ધ્યાનમાં રાખીને ‘બાળ દિવસ’ની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આંગણવાડીના બાળકો માટે રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરી તેમને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત માતાઓને બાળકના રસીકરણ, વ્યક્તિગત સ્વચ્છતા અને પોષણયુક્ત આહાર વિશે તજજ્ઞો દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકરો અને સુપરવાઈઝરના સંકલનથી યોજાયેલ આ કાર્યક્રમે ‘સુપોષિત અને સ્વસ્થ બાળપણ’ના વિઝનને સાર્થક કરવા માટે એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે.

Back to top button
error: Content is protected !!