GUJARATKUTCHMANDAVI

મુન્દ્રા તાલુકામાં આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ હેઠળ આંગણવાડી કેન્દ્રોનું થયું કાયાકલ્પ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૭ માર્ચ : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગાંધીનગર દ્વારા રાજયમાં આંગણવાડી નવીનિકરણ ઝુંબેશ અમલમાં મુકાઇ છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ (IAS) તેમજ ICDS વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ડી.ડી. પંડ્યાના સીધા માર્ગદર્શન અને સતત દેખરેખ હેઠળ મુન્દ્રા તાલુકામાં બાળકોના પોષણ અને શિક્ષણના સ્તરને સુધારવા માટે વિવિધ કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મુન્દ્રા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી અનીલભાઈ આર.ત્રિવેદી અને મુંદરા તાલુકાના ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ.શ્રી જ્યોતિબેન પી. સુંબડની આગેવાનીમાં રિનોવેશન અને રિપેરિંગ અંતર્ગત વિવિધ યોજનાઓમાંથી આયોજનમાં લેવાયેલા છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં સંકલીત બાળવિકાસ યોજનાની કચેરી, મુન્દ્રા હેઠળ કુલ-૧૦૨ આંગણવાડી કેન્દ્રો આવેલા છે. મુન્દ્રા તાલુકામાં ચાલુ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર આઇ.સી.ડી.એસ.યોજનાની રીપેરીંગ રીનોવેશન અપગ્રેડેશનની ગ્રાન્ટ હેઠ્ળ કુલ -૫ આંગણવાડી કેન્દ્રોનું રીપેરીંગ રીનોવેશનના કામોનુ આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી હાલ ૫ આંગણવાડી કેન્દ્રોના મકાનોનું રીપેરીંગ રીનોવેશનની કામગીરી પુર્ણ થઇ ગયેલ છે. આ ઉપરાંત CSR અને ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી ૩ આંગણવાડી કેન્દ્રમાં બાલા પેઇન્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.તેમજ ૨ આંગણવાડી કેન્દ્રમાં નવા શોચાલય બનાવવામાં આવેલ છે તદુપરાંત, આંગણવાડી કેન્દ્રોની આજુબાજુ પોષણ વાટિકા વિકસાવવાના હેતુસર ૯ આંગણવાડી કેન્દ્રોમાં કમ્પાઉન્ડ વોલ બાંધકામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી ૮ કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બાળકોને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ માટે પ્રોત્સાહક વાતાવરણ મળે તે હેતુથી ખાસ ‘બાલા પેન્ટિંગ’ (ભીંત ચિત્રો) કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી મૂળાક્ષરો, અંકો અને મહિનાના નામોના આલેખન, પશુ-પક્ષીઓના ચિત્રો અને બાળ વાર્તાઓ ભીતચિત્રો દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે શૈક્ષણિક વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. આ કામગીરીઓ પૂર્ણ થવાથી આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે વધુ સુરક્ષિત, સ્વચ્છ અને પ્રેરણાદાયક વાતાવરણ ઉભું થવા સાથે પોષણ અને પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂતી મળશે.આ નવીનીકરણના કારણે મુન્દ્રા તાલુકાના આંગણવાડીના બાળકોને હવે વધુ સુરક્ષિત અને સુવિધાજનક ભવન પ્રાપ્ત થશે, જે તેમના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનશે.

Back to top button
error: Content is protected !!