GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર:ગેસ એજન્સીની મનમાની, નિર્ધારિત ભાવ કરતા વધુ રૂપિયા ઉઘરાવાતા ગ્રાહકોમાં રોષ.

 

તારીખ ૧૧/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના વેજલપુર ગામે એચ.પી. ગેસની એજન્સી દ્વારા ગ્રાહકોની આર્થિક લૂંટ થતી હોવાની વિગતો બહાર આવી છે. સી.એન. ગેસ એજન્સી (HP Gas) દ્વારા રાંધણ ગેસના બાટલા પર સરકાર માન્ય ભાવ કરતા વધુ રકમ વસૂલવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.મળતી માહિતી મુજબ, વેજલપુરમાં કાર્યરત સી.એન. ગેસ એજન્સી દ્વારા રસોઈ ગેસના સિલિન્ડર માટે ગ્રાહકો પાસેથી ₹960 વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે ટેક્સ ઇન્વોઇસ (બિલ) પર નજર કરવામાં આવે તો તેની નિર્ધારિત કિંમત ₹928.25 દર્શાવવામાં આવી છે. આમ, પ્રત્યેક સિલિન્ડર દીઠ એજન્સી દ્વારા ₹31.75 જેટલી રકમ ગેરકાયદેસર રીતે વધુ લેવામાં આવે છે.બિલમાં ‘ઝીરો’ ચાર્જ છતાં ઉઘરાણી સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે, એજન્સી દ્વારા ગ્રાહકોને આપવામાં આવતા ટેક્સ ઇન્વોઇસમાં ‘ડિલિવરી ચાર્જ’ શૂન્ય (0) દર્શાવવામાં આવ્યો છે. નિયમ મુજબ જો બિલમાં ડિલિવરી ચાર્જ શૂન્ય હોય તો ગ્રાહકે બિલની રકમ જ ચૂકવવાની રહે છે, તેમ છતાં ડિલિવરી બોય અથવા એજન્સી દ્વારા વધારાના રૂપિયાની માંગણી કરવામાં આવે છે.નિયત ભાવ: ₹928.25 વસૂલવામાં આવતી રકમ: ₹960.00 વધારાની લૂંટ: ₹31.75 (પ્રતિ સિલિન્ડર) બિલની સ્થિતિ: ડિલિવરી ચાર્જ તરીકે ₹0 હોવા છતાં ઉઘરાણી.”એક તરફ મોંઘવારીનો માર છે અને બીજી તરફ એજન્સીઓ આ પ્રકારે ગ્રાહકોના ખિસ્સા પર ભાર નાખી રહી છે. જો બિલમાં ભાવ ઓછો હોય તો રકમ વધુ શા માટે લેવાય છે?”વેજલપુરના જાગૃત ગ્રાહક સ્થાનિક ગ્રાહકોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પુરવઠા વિભાગ આ મામલે તપાસ કરી એજન્સી વિરુદ્ધ કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!