
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૨૯ ઓગસ્ટ : કચ્છ જિલ્લામાં ડીપ ડિપ્રેશનના લીધે સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા સહિત મહાનુભાવોએ અંજાર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદ નાગરિકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. વરસાદી માહોલમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને સેવાભાવી સંસ્થાઓને સરકારની સાથે ખભેખભા મિલાવીને મદદ કરવા ધારાસભ્યશ્રીએ અપીલ કરી હતી. અંજાર નગરપાલિકા પ્રમુખશ્રી વૈભવભાઈ કોડરાણી, અંજાર નગરપાલિકા કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠીયા, આગેવાનો વસંતભાઈ કોડરાણી, ભરતભાઈ શાહ, અશ્વિનભાઈ સોરઠીયા, નિલેશભાઈ ગોસ્વામી સહિત જોડાયા હતા.






