AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

પર્યાવરણ દિન પર રાજ્યને મળી અનમોલ ભેટ: અમદાવાદમાં શરૂ થયો ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદના પિરાણા વિસ્તારમાં ઘન કચરાને ઊર્જામાં પરિવર્તિત કરતો ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ શરૂ થયો છે. ૫મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે રાજ્યને આ અનોખી ભેટ મળી છે, જે રાજ્યના પર્યાવરણ રક્ષણના પ્રયાસોને નવી દિશા આપશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી એકત્ર થતું દૈનિક ૧૦૦૦ મેટ્રિક ટન ઘન કચરો હવે વીજળીમાં રૂપાંતરિત થશે. આ પ્લાન્ટ RDF-based incineration technology દ્વારા મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને બોઈલરમાં ઈનસિનરેટ કરી ૬૫ TPH સ્ટીમ જનરેટ કરે છે, જેને આધારે ૧૫ મેગાવોટ ક્ષમતા ધરાવતો ટર્બાઇન દૈનિક ૩૬૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરે છે.

આ પ્લાન્ટના માધ્યમથી વાર્ષિક ૬.૫ લાખ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઈડ અને ૧.૫ લાખ કિલોગ્રામ મિથેન ગેસ હવામાં ભળવાનો રોકાવ થશે, જે ગુલોબલ વોર્મિંગ સામેના સંઘર્ષમાં એક મોટી જીત ગણાય. ઉપરાંત પ્લાન્ટમાં દૈનિક ૩૦ લાખ લીટર ટ્રીટેડ સુઅરેજ વોટરનો ઉપયોગ થતો હોવાથી તાજા પાણીની બચત સાથે AMCને વાર્ષિક ૫૦ લાખ રૂપિયાની આવક થશે.

આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ પર્યાવરણીય ધોરણોની સંપૂર્ણપણે પૂર્તિ કરતો છે અને લેટેસ્ટ ટેકનૉલોજી આધારિત હોવાથી શહેરના કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવશે. કચરાને ખુલ્લામાં ફેંકવાને બદલે હવે તેનો વ્યાવસાયિક રીતે ઉપયોગ થશે, જે સર્ક્યુલર ઈકોનોમી તરફ એક મોટું પગલું છે.

પિરાણા ડમ્પસાઈટ બાયોમાઇનિંગ – ઐતિહાસિક ઉપક્રમ

આ યોજનાની પાછળની મહત્વની સિદ્ધિ પિરાણા ડમ્પસાઈટના બાયોમાઇનિંગ પ્રોજેક્ટને પણcredit આપે છે. પિરાણા વિસ્તારમાં હાજર અજમેરી, હાઈડમ્પ અને એક્સેલ ડમ્પ સહિતના ત્રણ મોટા ઢગલાંમાંથી અત્યાર સુધી અંદાજિત ૧૨૫ લાખ મેટ્રિક ટન લીગસી વેસ્ટનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું છે. ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પહેલી બે સાઈટ ખાલી કરી આશરે ૪૫ એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ યોજના માત્ર ઊર્જા ઉત્પાદન સુધી સીમિત નથી, પણ તે ગ્રીનહાઉસ ગેસમાં ઘટાડો, પાણીના સચોટ ઉપયોગ, પર્યાવરણ સુરક્ષા અને જમીન પુનઃપ્રાપ્તિ જેવા અનેક ક્ષેત્રોમાં ગુણાત્મક પરિવર્તન લાવી રહી છે.

વિશ્લેષણમાં:

ગુજરાતના ઔદ્યોગિક શહેર તરીકે ઓળખાતા અમદાવાદમાં આવેલો આ પ્લાન્ટ દેશના મોટા શહેરી વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ મોડેલ બની શકે છે. રાજ્ય સરકાર અને શહેર વહીવટતંત્રના સંકલિત પ્રયત્નો સૌમ્ય, ટકાઉ અને નવું ભારત ઘડવા માટેની દિશામાં એક દ્રષ્ટિપૂર્ણ પગલું સાબિત થાય છે.

Back to top button
error: Content is protected !!