
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મહાઠગ હર…પલ : અરવલ્લી સાબરકાંઠા જીલ્લાના લોભિયા રોકાણકારોને ઉંચા વ્યાજની લાલચ આપી પ્રાયવેટ કંપનીઓ ઠગાઇ કરતી હોવાની ચર્ચાઓ
અરવલ્લી અને સાબરકાંઠા ખાતે ચાલી રહેલ રૂપિયાનું રોકાણ કરતી કંપનીઓ પર સરકારની કોઈ ગાઈડલાઈન ખરી…? કરોડો રૂપિયાનું રોકાણ
પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ.આ વાક્ય કદાચ ઘણા ખરાઓ એ સાંભર્યું હશે. પરંતુ હાલ બજાર અને શહેર તેમજ ગામડાઓમાં માત્ર રૂપિયાને એક કા દો, ઓર દો કા તીન કરી આપનાર જાદુગરો ના નામે ચાલતી પ્રાયવેટ કંપની ની નામે અનેક ચર્ચાઓ જામી છે જેમાં મળતી માહિતી અનુસાર હાલ બજારમાં ચાલી રહેલી રૂપિયાના રોકાણ કરતી પ્રાયવેટ કંપનીઓ રોકાણકારોને આકર્ષવા અવનવી સ્કીમો લાવી માથે હાથ ફેળવતા હોય તેવું લાગી રહયું છે. હાલ બે જિલ્લામાં લોકોના કરોડો રૂપિયા રોકાયા છે જેના બદલામાં રોકાણકારોને મહિને વ્યાજ આપી કરોડો રૂપિયા દબાવી ને બેઠા છે જે અંગે અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં ફોરેક્સ ટ્રેડિંગ અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાના નામે એકકા તીન કૌભાંડ બહાર આવે તો નવાઈ નહિ કેમ કે એક બે વર્ષ પહેલા ડાયકીના નામે લોકોના એમાં પણ લાખો થી લઇ કરોડો રૂપિયા ડૂબ્યા છે વધુમાં મોડાસા શહેરની એક ક્રેડિટ સોસાયટીના હોદ્દેદાર,બેંકકર્મીઓ સહિત પોલીસ અધિકારીઓ આ મહાઠગની માયાજાળમાં ફસાયા હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે મહાઠગની હોશિયારીમાં અનેક લાલચુ બુદ્ધિજીવી ફસાયા છે ગમેતે ઘડીએ ઉઠમણાં થવાની સંભાવના રહેલી છે મોડાસા શહેરમાં રોકાણકારોના રૂપિયે ભામાશા બની રુઆબ છાંટી ધર્મની આડમાં લોકોને ખંખેરવાનો એક વ્યવસાય બનાવ્યો હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે લાલચુ રોકાણકારોને મહિને હર…પલ 4 થી 6 ટકા સુધી ઉંચુંવ્યાજ તેમના રહેણાંક અને ધંધાના સ્થળે સામેથી પહોચાડી વિશ્વાસ જીતી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે હાલ અરવલ્લી સાબરકાંઠા શહેરમાં બિલાડીની ટોપની માફક ફાઈનાન્સ સર્વિસીસના નામે ઠગોની માયાજાળ થી રોકાણ કારો બચે તો સારુ. કાશ જે પણ હોય અતિ લોભ ક્યારે ટકતો નથી. અને કોઈપણ સરકારની ગાઈડલાઈન વિના જો લોકોના રૂપિયા રોકવામાં આવી રહ્યા છે જેને લઇ આગામી સમયે દરોડા પડે તો મસમોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે




