વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના ઐતિહાસિક અને ભાતિગળ લોકમેળા ‘ડાંગ દરબાર’ ના ઉદ્દઘાટન સાથે જ, ડાંગના રાજવી પરિવારોને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂl. ૬૭ લાખ, ૧૫ હજાર, ૭૧૬નું વાર્ષિક સાલિયાણું ચુકવવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લાની ઐતિહાસિક પરંપરાને આગળ ધપાવતા રાજ્ય સરકાર વતી ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ પૂર્ણ આન, બાન, અને શાન સાથે ડાંગના પાંચ રજવાડાઓના વારસદાર એવા રાજવીશ્રીઓ (૧) ગાઢવી રાજને રૂl.૧૩ લાખ, ૯૫ હજાર ૨૬૧/-, (૨) દહેર રાજને રૂl. ૭ લાખ, ૭૧ હજાર ૧૪૪/-, (૩) આમાલા (લિંગા) રાજને રૂl. ૧૪ લાખ, ૩૧ હજાર ૪૪૧/-, (૪) પિંપરી રાજને રૂl. ૮ લાખ, ૨૨ હજાર ૬૨૧/- અને (૫) વાસુર્ણા રાજને રૂl. ૧૨ લાખ, ૭૩ હજાર ૯૦૫/- નું વાર્ષિક સાલિયાણું અર્પણ કર્યું હતું.
આ સાથે ૯ જેટલા નાયકો (૧) કિરલી રાજ: રૂl. ૧ લાખ, ૫૫ હજાર, ૧૨૪/-, (૨) શિવબારા રાજ: રૂl.૧ લાખ, ૩૯ હજાર ૦૮૦/- (૩) ચિંચલી રાજ: રૂl. ૧ લાખ, ૨૯ હજાર, ૬૦૬/- (૪) અવચાર રાજ: રૂl.૧ લાખ, ૫૨ હજાર, ૭૭૨/-, (૫) પોળસવિહિર રાજ: રૂl. ૬૦ હજાર, ૩૬૩/-, (૬) પીપલાઈદેવી રાજ: રૂl. ૬૦ હજાર, ૧૪૭/-, (૭) વાડ્યાવન રાજ: રૂl. ૯૧ હજાર, ૧૧૯/-, (૮) બીલબારી રાજ: રૂl. ૯ હજાર, ૩૩૦/- અને (૯) ઝરી-ગારખડી રાજ ને રૂl. ૫૨ હજાર, ૪૫૫/- નું પોલિટિકલ પેન્શન સન્માન સાથે એનાયત કરાયું હતું.