- *APMC ડેડીયાપાડા-સાગબારા તથા મહિલા ક્રેડિટ સમૂહો દ્વારા વડાપ્રધાનને પોસ્ટકાર્ડ થકી આભાર વ્યક્ત કર્યો
તાહિર મેમણ – ડેડીયાપાડા – 29/09/2025 – નર્મદા જીલ્લાના ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની સહકારી સંસ્થા તથા કૃષિ ઉત્પાદન બજાર સમિતિઓ (APMC) અને મહિલા ક્રેડિટ સમૂહોની બહેનો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ મારફતે અભિનંદન પાઠવી આભાર પ્રસ્તાવ વ્યક્ત કર્યા.
આ પોસ્ટકાર્ડ લેખન પ્રસંગે મહિલાઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની વિવિધ પ્રજાની કલ્યાણકારી યોજનાઓને કારણે ગ્રામીણ પરિવારોના જીવનસ્તરમાં ઘણો સુધારો થયો છે અને મહિલાઓનું આર્થિક સશક્તિકરણ મજબૂત બન્યું છે. ખાસ કરીને GST માં ઘટાડો થવાથી નાના વેપારીઓ તેમજ સામાન્ય જનતા મોટી રાહત મળી છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તથા સાગબારાના વેપારીઓએ પણ આ પોસ્ટકાર્ડ અભિયાનમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીને આભાર વ્યક્ત કર્યો હતો. અમને મોકલાયેલા પત્રોમાં ભારતની સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે અમે સૌએ તેમને શુભેચ્છાઓ પાઠવી આભાર સાથે અભિનંદન પાઠવીએ છીએ.