મોડાસા : મુનક્કા અબજોસ નામની સૂકી દ્રાક્ષ ખરીદી કરનાર ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અમદાવાદના વેપારી કાછોમલ પરષોત્તમદાસ સામે દંડનીય અને કાયદેસરની કાર્યવાહી કરેની માંગ*
માધુપુરા ચોકમાં આવેલ વેપારીના ત્યાંથી મુનક્કા અબજોસ નામની સૂકી દ્રાક્ષ ખરીદી ગ્રાહકને વેચાનાર મોડાસાના કિરાણા સ્ટોર્સના વેપારી ભરાયા*

અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા : મુનક્કા અબજોસ નામની સૂકી દ્રાક્ષ ખરીદી કરનાર ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અમદાવાદના વેપારી કાછોમલ પરષોત્તમદાસ સામે દંડનીય અને કાયદેસરની કાર્યવાહી કરેની માંગ*
પેકેજીંગમાં ગોલમાલ કરનાર અમદાવાદ ડ્રાય ફ્રૂટના વેપારી કાછોમલ પરષોત્તમદાસ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ કાર્યવાહી ક્યારે કરશે…!!!
*માધુપુરા ચોકમાં આવેલ વેપારીના ત્યાંથી મુનક્કા અબજોસ નામની સૂકી દ્રાક્ષ ખરીદી ગ્રાહકને વેચાનાર મોડાસાના કિરાણા સ્ટોર્સના વેપારી ભરાયા*
*પેકેજીંગમાં ગોલમાલ અમદાવાદના ડ્રાય ફ્રૂટના વેપારી કાછોમલ પરષોત્તમદાસની અને ફૂડ એન્ડ ડ્રગ્સની કાર્યવાહીનો ભોગ મોડાસા નટરાજ કીરાણા સ્ટોર્સના માલિક બન્યા*
*અમદાવાદના કાછોમલ પરષોત્તમદાસ નામના વેપારી પાસેથી સુકી દ્રાક્ષ સહિત સૂકા મેવા ખરીદનાર વેપારીઓ માટે ચોકવનાર કિસ્સો*
*મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ નટરાજ કિરાણા સ્ટોર્સ તેના માલસામાનની ક્વોલિટી અને પ્રામાણિકતા માટે સમગ્ર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્વસનીયતા ધરાવે છે*
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ નટરાજ કિરાણા સ્ટોર્સમાંથી ૨૮ જાન્યુઆરીએ મુનક્કા અબજોસ નામની દ્રાક્ષ ખરીદી કરી ઘરે લાવી પેકેટ તોડી દ્રાક્ષનો ઉપયોગ કર્યા પહેલા પેકેજીંગ ડેટ ચેક કરતા ફેબ્રુઆરી-૨૦૨૫ની તારીખ હોવાથી ગ્રાહક ચોંકી ઊઠ્યો હતો અને આ અંગે કાછોમલ પરષોત્તમદાસ પેકેટ પર લખેલ કસ્ટમર કેર નંબર 9925017084 પર કોલ કરતા ગુજરાતમાં અડધી કંપનીઓ આવું કરતી હોવાનું જણાવી ઉડાવ જવાબ આપ્યો હતો ત્યારે ગ્રાહક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને અમદાવાદના વેપારી સામે કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી છે
અરવલ્લી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શનિવારે સવારથી વ્યાપક તપાસ અભિયાન હાથ ધર્યું હતું. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને રોકવા માટે વિભાગે મોડાસા શહેરમાં દરોડા પાડ્યા હતા. વિશેષ કરીને માલપુર રોડ પર આવેલી એક જાણીતી કરિયાણાની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો વાંચો…!!
મોડાસામાં માલપુર રોડ ઉપરના જનરલ સ્ટોરમાંથી મુનક્કા એબજોશ કંપનીના સૂકી દ્રાક્ષ એટલે કે કિસમિશનું પેકેટ બે દિવસ પહેલા ખરીદ્યુ હતું. ગ્રાહકે પેકેટ ખરીદી કરીને તેના પર નજર કરી તો વંચાણ ધ્યાને આવ્યું કે, તેના ઉપર પેકેજિંગ ડેટ 25 ફેબ્રુઆરી લખેલી છે. હજુ તો જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યાં તો ફેબ્રુઆરી, 2025 ના પેકેટ બજારમાં આવી જતાં ગ્રાહકોમાં અચરજ ઉભી થઈ છે. મોડાસાના જાગૃત ગ્રાહકે, પેકેટ પર લખેલા હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કર્યો તો, ઉડાઉ જવાબ મળતાં ગ્રાહકમાં નારાજગી જોવા મળી હતી.
મોડાસા શહેરમાં મુનક્કા એબજોશ કંપનીની કિસમિશ એટલે કે સૂકી દ્રાક્ષ બંધ પેકેટમાં કેટલી જગ્યાએ વેચાતી હશે અને મળતી હશે અને કેટલા સમયથી બજારમાં વેચાણ અર્થે મૂકાઈ ગઈ હશે તેવા ગ્રાહકોમાં સવાલ ઉભા થયા છે. જાગૃત નાગરિકના ધ્યાન ઉપર ઉપરોક્ત ખાદ્ય ચીજ ફેબ્રુઆરી મહિનો શરૂ થતાં પહેલા જ બજારમાં ફેબ્રુઆરીના પેકિંગ ની ડેટ દર્શાવતા દ્રાક્ષના પેકેટ જોવા મળતાં ગ્રાહકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.





