GUJARATKHEDANAKHATRANA

નખત્રાણાના ૭ મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે સંચાલકોની જગ્યા માટે અરજી કરી શકાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૨૧ જુલાઈ :  નખત્રાણા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકોની માનદવેતનથી હંગામી ધોરણે નિમણૂક કરવાની હોય કુલ સાત કેન્દ્ર સંચાલકની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજીઓ તારીખ ૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં મામલતદારશ્રીની કચેરી નખત્રાણા, તાલુકા સેવા સદન, ભુજ-લખપત હાઈવે રોડ, નખત્રાણા ખાતે મોકલી આપવાની રહેશે. આ કેન્દ્રોમાં આણંદસર, માધાપર(મંજલ), કોટડા(રોહા), નાગવીરી, નખત્રાણા, કોટડા(જ) અને મોસુણાનો સમાવેશ થાય છે. આ સાત કેન્દ્રો ઉપર સંચાલક તરીકે નિમણૂક મેળવવા રસ ધરાવતા સ્થાનિક રહેવાસી ધોરણ ૧૦ (સ્થાનિક ઉમેદવાર ધોરણ ૧૦ પાસ હોય એવા આવેદન પ્રાપ્ત નહીં થાય તો ધોરણ ૭ પાસ ઉમેદવારને લેવામાં આવશે) કે તેથી વધારે પાસ હોય તેવા અરજદારશ્રીઓએ નિયત ફોર્મમાં પ્રમાણિત સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ, રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ સાથે તારીખ ૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં ચાલુ દિવસોમાં મામલતદારશ્રી નખત્રાણાને અરજી કરવાની રહેશે. સરકારશ્રીની સૂચના મુજબ વિધવા ત્યક્તા તેમજ ઉચ્ચ અભ્યાસ કર્યો હોય તેવા મહિલા અરજદારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે તેમ નખત્રાણા મામલતદારશ્રી પાર્થ જોશી દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!