GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના પીગળી ગ્રામ પંચાયત હસ્તકના રાજપુર ગામે પીવાના પાણીની સમસ્યાને લઈ ટીડીઓને આવેદનપત્ર
તારીખ ૧૦/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના પીંગળી ગ્રામ પંચાયત હસ્તક રાજપુર ગામમાં ટેકરાવાળા ફળિયામાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતુ ન હોવાથી ગ્રામજનો દ્વારા સરપંચ, ડે સરપંચ ને વારંવાર રજુઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ જવાબ આપવામાં આવતો નથી.આવેદનપત્ર આપનાર મહિલાઓ દ્વારા જણાવ્યુ કે સરપંચ કહે છે કે તમે ચૂંટણીમાં અમોને વોટ આપ્યો નથી એમ કહી કામગીરી કરતા નથી જેથી આજ રોજ કાલોલ તાલુકા વિકાસ અધિકારી ને લેખીત આવેદન આપી પાણીની સમસ્યા નુ નિવારણ કરવા માંગ કરી છે.