
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ દરબાર 2025-26માં ડાંગી સંસ્કૃતિનાં વાઘો અને નૃત્યના માનદ પુરસ્કારમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગના સાંસ્કૃતિક કલા મંડળો પ્રવૃત્તિઓના ગ્રુપ કલાકારોએ ડાંગ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી.ડાંગની સંસ્કૃતિનાં ભાતિગળ ગણાતા ડાંગ દરબારમાં ડાંગની સંસ્કૃતિના જતન કરતા મંડળો / ગૂપ લીડરોને નૃત્યો,વાઘોની ઝલક કૃતિ રજુ કરવા જે લાભ મળે છે.આ કલાકારો વર્ષમાં માત્ર એક વખત જેવા ભાગ લેતા હોય છે. પરંતુ તેઓને નજીવા માનદ વેતન પુરસ્કાર આપવામા આવે છે.જે સાચા અર્થમા કલાકારોને આ કારમી મોંધવારીમા પોસાય તેમ નથી. જેથી સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર કે ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગમાં હાલ લાગુ વેતનદર ચુકવવામા આવે તો કલાકારો ઉત્સાહભેર ભાગ લેશે.અને જો તે મુજબનું સંતોષકારક વેતન ન મળે તો કલાકાર સાંસ્કૃતિક ગ્રુપો ભાગ લેવા માંગતા નથી.વધુમા ડાંગના કલાકારો ધણી વખત પોતાનો જીવ જોખમે રાખી સાંસ્કૃતિક પ્રવૃતિઓને વેગ આપવા ડાંગમાંથી બહારનાં જીલ્લાઓમાં કે રાજયોમાં જાય છે.તેવા ગ્રુપોનુ સન્માન-ઉત્સાહ વધારવા તેમજ તેઓએ કરેલ સાંસ્કૃતિક વારસાઓને જાળવણીને વધુ મજબુત વેગ મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે તે જરૂરી છે.આમ ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં લઈ માનદ વેતન પુરસ્કાર વધારવા તેમજ સાંસ્કૃતિક નૃત્યો, વાઘોને જાળવી રાખેલ તેવા ગ્રુપોને સન્માનીત કરવા અનુરોધ કરવામાં આવેલ છે.અહી ગૃપ લીડરો તેમજ કલા મંડળો એ આ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ છે.તેમજ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે..



