બેઢિયા બસસ્ટેન્ડ ની સામે સાઈડમાં બાઈક પાર્ક કરી ઉભેલા બાઈક ચાલક ને અડફેટમાં લઈ આઈસર નો ચાલક અકસ્માત સર્જી ફરાર

તારીખ ૮/૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા વડોદરા હાઈવે ઉપર આવેલ બેઢિયા બસસ્ટેન્ડ ની સામેના હાઈવે રોડ ની સાઈડ મા બાઈક પાર્ક કરી ઉભેલા બાઈક ચાલક ને આઈસર નો ચાલક અકસ્માત સર્જી ફરાર થતા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ આઈસર ચાલક પોતાના કબજાની આઇસર ગાડી નંબ ડીએલ-૧-એમએ-૮૨૭૮ નો ચાલક પોતાની આઈસર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બેઢિયા બસસ્ટેન્ડ ની સામેના હાઇવે રોડ ની સાઇડ મા ઉભેલા રમેશભાઈ શનાભાઈ ચૌહાણ મોટરસાઇકલ નંબર જીજે-૧૭-એએન-૩૫૭૧ પાર્ક કરી ઉભેલ હતા તે સમયે આઈસર નો ચાલક રમેશભાઈ શનાભાઈ ચૌહાણ નાઓને ટક્કર કરી એક્સિડન્ટ કરી રોડ ઉપર પાડી દઈ શરીરે માથાના ભાગે તથા જમણા પગે ઘુટણ ઉપર તથા પંજાના ભાગે તથા શરીરે ઓછી વત્તી ઈજાઓ કરી ફરાર થતા તેઓના પુત્ર સચિનકુમાર રમેશભાઇ ચૌહાણ દ્વારા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






