GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકા ગ્રામપંચાયત કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ખેડૂત રાહત અને SIR ની કામગીરીને લઈ મામલતદારને આવેદનપત્ર.

તારીખ ૨૦/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં કોમ્પ્યુટર સાહસિક ઓપરેટર મંડળના પ્રમુખ દ્વારા આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હાલમાં ખેડૂત રાહત પેકેજ ફોર્મ ભરવા માટે સર્વર ડાઉન હોય અને ટાઈમ લિમિતમાં ખેડૂત રાહત પેકેજનુ કામ પૂર્ણ થઇ શકે તેમ નથી અને વધુમાં SIR ની કામગીરી કરવા માટે ઓડર કરવામાં આવ્યો છે તે ઓડર હાલ સ્થગિત કે મોફુક રાખવામાં આવે કેમ કે બન્ને કામગીરી એક સાથે કરી શકાય તેમ નથી હાલમાં ખેડૂત રાહત પેકેજની કામગીરી નવેમ્બર ની છેલ્લી તારીખ સુધી ચાલવાની હોય જેથી SIR ની કામગીરી સમય મર્યાદા પછી કામગીરી કરવા માટે વીસી ઓપરેટરો ત્યાર છે તેવું આવેદનપત્ર કાલોલ મામલતદારને આપવામાં આવ્યું હતું.





