GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના ૨ (બે) કેન્દ્રો માટે સંચાલકોની તદન હંગામી જગ્યા માટેની અરજીઓ મંગાવાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ

ગાંધીધામ તા – ૦૫ : કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાનાં મધ્યાહન ભોજન યોજનાનાં કુલ ૦૨ કેન્દ્રો મહેશ્વરી કુમાર પંચાયત પ્રાથમિક શાળા કેન્દ્ર-૧૭-ગાંધીધામ અને નવજીવન પંચાયત પ્રાથમિક શાળા-૪૮ ગાંધીધામ ખાતે સંચાલકોની હંગામી કરારના ધોરણે નિમણૂક કરવાની થાય છે. અરજી સાથેના બિડાણોમાં જન્મનો આધાર, રહેઠાણનો આધાર, શૈક્ષણિક લાયકાતનો આધાર, આધારકાર્ડની નકલ આ જગ્યા માટે એસ.એસ.સી.સુધી અભ્યાસ અથવા તેની સમકક્ષ લાયકાત (સંચાલક માટે) વય મર્યાદા-૨૦ વર્ષથી ઉપરના અરજી કરી શકશે. તા-૨૦/૦૩/૨૦૨૪ સુધીમાં નિયત નમૂનામાં અરજી મામલતદાર કચેરી ગાંધીધામને મોકલી આપવી. નિયત અરજી ફોર્મ કચેરી ખાતે મળી શકશે તેવું મામલતદાર, ગાંધીધામ-કચ્છ દ્વારા જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!