વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા -૨૫ ડિસેમ્બર : સરકારશ્રીના મહેસૂલ વિભાગ, ગાંધીનગરના તા.૦૬/૦૩/૨૦૧૨ વાળા ઠરાવથી કલેક્ટર કચેરી, કચ્છ-ભુજ ખાતે ૧૧ (અગિયાર) માસની મુદત માટે કરાર આધારિત કાયદા સલાહકારશ્રીની ૧ (એક) જગ્યા (પગાર રૂ.૬૦,૦૦૦/- ફિક્સ પ્રતિ માસ) ઉભી કરવામાં આવેલી છે. આ જગ્યા ઉપર સરકારશ્રી દ્વારા ઠરાવેલ બોલીઓ અને શરતો મુજબ નિમણૂક કરવા નિયત લાયકાત ધરાવતા અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજદારની ઉંમર આ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખના રોજ ૫૦ (પચાસ) વર્ષથી વધુ હોવી જોઇએ નહીં. આ અંગેના અરજીપત્રકનો નમૂનો, લાયકાત તથા અનુભવ અંગે મહેસૂલ વિભાગના તા.૦૬.૦૩.૨૦૧૨ ના ઠરાવથી નક્કી કરેલી પરિશિષ્ટ-૧, પરિશિષ્ટ-૨ તથા પરિશિષ્ટ-૩ કલેક્ટર કચેરી, કચ્છ-ભુજની મહેકમ શાખા ખાતેથી કચેરી સમય દરમિયાન મેળવી શકાશે. અરજદારશ્રીએ સંપૂર્ણ વિગતો ભરેલી અરજી સાથે સૂચવ્યા મુજબના તમામ આધારોની પ્રમાણિત નકલો ઉપરાંત ફી પેટે કલેક્ટરશ્રી, કચ્છના નામનો રૂ.૧૦૦/- નો ડિમાન્ડ ડ્રાફટ (નોન રીફંડેબલ) રજૂ કરવાનો રહેશે. અરજી સીલબંધ કવરમાં કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, માંડવી રોડ, ભુજ-કચ્છની રજીસ્ટ્રી શાખામાં તા. ૦૮/ ૦૧/૨૦૨૫ ના ૧૫.૦૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે ફક્ત આર.પી.એ.ડી.થી મોકલી આપવાની રહેશે.અધુરી વિગતવાળી તેમજ અધુરા આધારો સાથે રજૂ કરેલી અરજીઓ તથા નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. સંબંધિત ઉમેદવારોને જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે તેમ કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા જણાવાયુ છે.