GUJARAT

જામનગરના ખ્યાતિ પ્રાપ્ત DGPની CGST માટે નિમણુંક

“સેવામાં સવાયુ સુખ”ને આત્મસાત કરનાર પબ્લીક પ્રોસીક્યુટર શ્રી જમન ભંડેરીએ અનેક સીમાચીહ્નો સ્થાપ્યા છે—જો કે પ્રચાર કરવામાં તેઓએ રૂચી દાખવી નથી અને વિનમ્ર ભાવે હંમેશા કહેતા હોય છે કે “આ તો મારી ફરજ છે.”

 

જામનગર (ભરત ભોગાયતા)

 

 

જામનગરના ડીજીપી ડીસ્ટ્રીક્ટ ગવર્મેન્ટ પ્લીડર શ્રી જમન ભંડેરીની CGST ના પી.પી. તરીકે થઇ છે સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ,ના ગુજરાતના ચીફ કમીશ્નરએ આ હુકમ કર્યો છે. જેથી સ્પેશિયલ પીપી તરીકે સેન્ટ્રલ જીએસટી એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના સૌરાષ્ટ્ર ઝોનના તમામ કેસો સંભાળવા અંગેની નિમણૂક થઈ છે આ રીતે શ્રી ભંડેરીની જવાબદારીઓ ઘણી વધી છે કેમકે કોર્ટમાં રોજ બરોજ વધતા કેસોની સ્ખ્યા,સરકારી વિભાગો અને ન્યાયાલયના સંકલન,કેસની ગંભીરતા મુજબ એક્સપર્ટને કેસ સોંપવાનું વિતરણ,ટીમ ને જરૂરી બ્રીફીંગ, કાયદાઓના સુધારા વધારા નવા સ્વરૂપો વગેરેના અવિરત અભ્યાસ સાથે સાથે તેઓ ફરજ બજાવવામાં ખૂબ ચોક્કસાઇ પારદર્શીતા અને વિદ્વતાના દર્શન કરાવે છે ત્યારે તેઓની આ વિશેષ જવાબદારીમાં પણ તેઓ ખૂબ જ સફળ થશે ઉલ્લેખનીય છે કે સરકારને બીજા કોઇપણ વેરાઓની આવક સામે જીએસટી આવક સૌથી વધુ અને સન્માનીય આંકડાઓમાં છે

જામનગરમાં મુખ્ય જીલ્લા સરકારી વકીલ તરીકે ઘણા વરસોથી કાર્યરત શ્રી જમન ભંડેરીએ તેઓના કાર્યક્ષેત્રને હંમેશા ધબકતુ રાખ્યુ છે સાથે સાથે અન્ય માટે પ્રેરક પણ બની રહ્યા છે તાજેતરમાં જ તેઓએ પબ્લીક પ્રોસીક્યુટરની ફરજો અંગે ના પુસ્તક લખવાના પ્રારંભમાં ૧૦૪ મુદાઓની હાઇલાઇટસ આપી છે. તેમજ વકીલ, સમાજ જીવનમાં કાયદાના કાયદેસરના સાથી છે તો પોલીસ સહિતની એજન્સીઓ અને ન્યાયાલય વચ્ચેનો સેતુ વકીલ બને છે તે રીતે સમગ્રપણે કાયદાપાલન માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વકીલો હંમેશા અન્ન્ય અને અભિન્ન અંગ તરીકે જોડાયેલા હોય છે
તે અંગે વકીલાત ધર્મ અને કર્મનું સચોટ, માર્ગદર્શક અને વિવેચનાત્મક પ્રારંભ કરીને પુસ્તકને જીવંત ધારા આપી છે કહે છે ને કે ચિંતનનુ નવનીત અને કલમનો સુભગ સમન્વય ત્યારે જે શબ્દો લખાય છે તે કંડારાય જાય છે. શ્રી ભંડેરીએ અતિવ્યસ્તતા વચ્ચે આ પુસ્તક લેખનનો શુભારંભ કર્યો છે. જે પ્રચૂર જ્ઞાન સભર બની રહેશે નવી પેઢીના વકીલો માટે પથદર્શક બની રહેશે.

હાલના આકલનના યુગમાં દરેક મહત્વના ક્ષેત્રોમાં લોકોથી માંડી સરકારી વિભાગો ખાનગીક્ષેત્રો સર્વે એજન્સીઓ તેમજ ક્ષેત્ર સાથે જોડાયેલા વીઝનરી લોકો સહિત અનેક પ્રકારે લોકોની નજર ઘણું બધુ જુએ છે જાણે છે. આ વાત એટલા માટે છે કે શ્રી ભંડેરીને સીજીએસટીની જવાબદારી કેવી રીતે મળી?? તેની પૃષ્ઠભૂમિ છે.

જામનગર જીલ્લાના મુખ્ય સરકારી વકીલ તરીકે જીલ્લાવહીવટી તંત્ર જીલ્લા પોલીસ તંત્ર તેમજ અનેક સરકારી વિભાગોના ન્યાયીક બાબતો જ્યુડીસરી મેટર્સ વગેરે વખતે ખૂબ ઉંડાણથી અભ્યાસ કરી એક અનોખી લગન સાથે સરકાર તરફે શ્રી ભંડેરી અદાલતમાં ઉપસ્થિત થાય ત્યારે અર્જુનની જેમ લક્ષ્યવેધનું નિશાન નજર સમક્ષ રાખી તેઓ પુરાવાઓ, સાક્ષીઓ , દલીલો, ચુકાદાઓ વગેરે રજુ કરવામાં આગવી ઢબ ધરાવે છે જેથી અદાલતોને ચુકાદો આપવામાં સાનુકુળતાઓ રહે છે.આવા ઘનિષ્ઠ અભ્યાસુ પી.પી. દરેક સરકારી વિભાગ માટે ખૂબજ ઉપયોગી બને છે માટે જ સેન્ટ્રલ જીએસટી ગુજરાત રાજ્ય ચીફ કમીશનરે તેઓના વિભાગ માટે શ્રી ભંડેરીને ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્તિ આપી છે.

હંમેશા અથાગ પરીશ્રમથી સફળ રહેનારા શ્રી જમન ભંડેરી સરકારની કર આવકના સૌથી મોટા સ્રોત એવા જીએસટીને લગત કેસોમાં રીમાર્કેબલ પર્ફોમન્સ બતાવશે જેની સૌ ને ખાત્રી છે

શ્રી જમન ભંડેરીને ખૂબ ખૂબ અભિનંદન

🙏💐🕉️🌹🕉️💐🙏

____________________________

રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

B.sc.,L.L.B.,d.n.y.(GAU)
journalism (hindi)
પર્સોનલ મેનેજમેન્ટ (ડો.રાજેન્દ્રપ્રસાદ યુનિ.)

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!