GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ. રાજેન્દ્રકુમાર મગનલાલ નાઈકની વરણી…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

*નવસારી કૃષિ યુનિવર્સિટીને મળ્યા નવા કુલપતિ ડૉ. રાજેન્દ્રકુમાર મગનલાલ નાઈકની કુલપતિ તરીકે રાજ્ય સરકારે કરી નિમણૂક*

ગુજરાત સરકારે નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU), નવસારીના નવા કુલપતિ તરીકે ડૉ. રાજેન્દ્રકુમાર મગનલાલ નાઈકની સત્તાવાર નિમણૂક જાહેર કરી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા. 30 જુલાઈ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ, 2004ની કલમ 10(1)(a) હેઠળ તેમને કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ડૉ. નાઈક અગાઉ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી કલ્યાણ નિયામક (Director of Students’ Welfare) તથા ડીન તરીકે મહત્વપૂર્ણ સેવાઓ આપી ચૂક્યા છે. તેમના લાંબા શૈક્ષણિક, સંશોધન અને વહીવટી અનુભવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે.

સરકારી સૂચના મુજબ તેમનો કાર્યકાળ ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ, 2004ની કલમ 10(4)(a) અને 10(4)(b)ની જોગવાઈઓ અનુસાર રહેશે.

આ નિમણૂકથી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં શિક્ષણ, કૃષિ સંશોધન, નવી ટેકનોલોજીનો વિકાસ અને ખેડૂતોને વધુ અસરકારક માર્ગદર્શન મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને કૃષિ ક્ષેત્ર અને શૈક્ષણિક વર્તુળોમાં આવકાર મળ્યો છે.

Back to top button
error: Content is protected !!