મુળીના દાધોળીયામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે કેશા ઝાલાની નિમણૂંક
સમાજને સરકારી ગ્રાન્ટ અને યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે તમામ પ્રયાસો કરાશે

તા.07/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સમાજને સરકારી ગ્રાન્ટ અને યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે તમામ પ્રયાસો કરાશે
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દાધોળીયા ગામમાં દલિત સમાજને ન્યાય મળે અને જે લોકો ગરીબી નીચે જીવે છે તેને ગરીબી બહાર કાઢવા માટે અને દલિત સમાજને જાગ્રુત કરવા માટે ઝાલા જીગ્નેનભાઈ, મેવાડા લાખાભાઇ, મેવાડા મનુભાઈ, મેવાડા હેમુભાઈ, મેવાડા લાલજીભાઈ, મેવાડા કાનાભાઈ, મેવાડા સુરેશભાઈએ ગ્રામસભા બોલાવી હતી અને જે દલિત સમાજના ગરીબ લોકો ઘણી બધી સમસ્યાથી પસાર થઇ રયા છે તેને ગરીબી રેખાથી બહાર કાઢવા અને જે દલિત સમાજની સમસ્યાઓ છે તેનો ઉકેલ વેલી તકે આવે તેના માટે દાધોળીયા ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઝાલા કેશાભાઈ દેવાભાઈને નિમણૂંક કરવામાં આવ્યા હતાં નિમણૂક થયા પછી ઝાલા કેશાભાઈ દેવા અને તેમના દીકરા ઝાલા જીગ્નેશ ભાઈએ સંકલ્પ લેતા દલિત સમાજને કહ્યું કે જે લોકો ગરીબી નીચે જીવી રહ્યા છે તે ગરીબી રેખાની બહાર આવે અને દલિત સમાજની સરકારી જેટલી ગ્રાન્ટ આવે તે તમને મળી રહે અને સરકારી યોજનાઓનો લાભ તમને મળી રહે એના માટે હુ બધા જ પ્રયત્નો કરીશ અને દલીત સમાજને જ્યારે મારી જરૂર પડશે ત્યારે હું મારી સમાજ સાથે ઉભો રહીશ.




