કાલોલ પોલીસ ની પ્રશંસનીય કામગીરી.નર્મદા મુખ્ય કેનાલમાં આપઘાત કરવા જતા અજાણ્યા ઇસમને પકડી પરિવાર સાથે મિલન કરાવ્યું
તારીખ ૧૩/૧૧/૨૯૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગઈ તારીખ ૧૨/૧૧/૨૦૨૪ નાં સાંજ નાં સમયે કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ડી. ભરવાડ નાઓને હકીકત જાણ મળેલ કે એક અજાણ્યો ઇસમ કાલોલ તાલુકાના બાકરોલ ગામે આપઘાત કરવા રેલ્વેના પાટા પર સુઈ રહેલ હતો અને તેને ગામ નાં માણસો એ પૂછપરછ કરતા બોરુ ગામ પાસે આવેલ મુખ્ય નર્મદા કેનાલમાં પડવા માટે દોડી ગયેલ હોય” જે માહિતી મળતા કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ નાઓ એ કાલોલ પોલીસ સ્ટેશન નાં પોલીસ સ્ટાફ નાં માણસો ને સુચના કરતા પોલીસ સ્ટાફ નાં માણસો એ જગ્યા પર જઈ કાલોલ તાલુકાના બોરુ કેનાલ નાં પુલ પાસે થી અજાણ્યા ઇસમ ને પકડી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની અંગ ઝડતી કરતા પેન્ટ નાં ખિસ્સામાંથી એક પાન કાર્ડ મળી આવેલ હોય જેમાં ઉતરપ્રદેશ રાજ્ય નો હોય જેથી પરિવાર નો સંપર્ક કરતા સદર ઇસમ નાં પરિવાર ને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સદર ઇસમ ને પરિવાર ને સોપી પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરલે છે.