ARAVALLIBHILODAGUJARAT

અરવલ્લી : BJP ભિલોડા MLA પત્નીને મોઢામાં ડૂચો મારી લૂંટ,વાંકાટીંબા ગામમાં રાત્રીના સુમારે બે બુકાનધારી ત્રાટકી લાખ્ખોની ચોરી કરી ફરાર 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : BJP ભિલોડા MLA પત્નીને મોઢામાં ડૂચો મારી લૂંટ,વાંકાટીંબા ગામમાં રાત્રીના સુમારે બે બુકાનધારી ત્રાટકી લાખ્ખોની ચોરી કરી ફરાર

*અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલ અને જીલ્લા પોલીસ ઘટનાસ્થળે*

*ડોગ સ્ક્વોડ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સહારે જીલ્લા પોલીસતંત્ર બંને લૂંટારૂને ઝડપી પાડવા તપાસનો દોર શરૂ*

*જીલ્લા પોલીસે એક શકમંદ આરોપીને દબોચ્યો હોવાની ચર્ચા*

 

ગુજરાતમાં ધારાસભ્યના ઘર પણ સલામત ન હોવાની ઘટનાઓ બની રહી છે તસ્કરોએ હવે માઝા મુકવાની શરુઆત કરી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં તસ્કરોએ હવે ધારાસભ્યના ઘરને નિશાને લીધુ છે. તસ્કરોએ રાત્રી દરમિયાન પૂર્વ IPS અધિકારી અને હાલમાં ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાના ઘરે લૂંટ આચરી હતી. ધારાસભ્યના પત્નિ ઘરે એકલા હતા અને તેમને ઘરમાં જ બંધક બનાવીને તસ્કરોએ લૂંટ આચરી હતી. ઘટનાને પગલે પોલીસનો કાફલો ધારાસભ્યના ઘરે પહોંચ્યો છે. એસપી શૈફાલી બારવાલે મીડિયાને બતાવ્યુ હતુ કે, બે શંકાસ્પદોને ઝડપીને તેમની પૂછપરછ હાથ ધરી છે. તેમજ મળેલી વિગતોને આધારે પોલીસની ટીમો પણ તપાસ માટે રવાના કરવામાં આવી છે.

ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ આઇપીએસ અધિકારી પી.સી.બરંડા હાલ વિધાનસભા સત્ર ચાલતું હોવાથી ગાંધીનગર હતા ત્યારે ગુરુવારે રાત્રે તેમના ઘરે બે બુકાનધારી લૂંટારુઓ ત્રાટકી આતંક મચાવ્યો હતો અને ધારાસભ્યની પત્ની બુમાબુમ ન કરે તે માટે મોઢામાં ડૂચો મારી બેડ સાથે બાંધી દઈ બિન્દાસ્ત ઘરમાં રહેલ જવેલરી, સોના -ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ જતા સમગ્ર પંથકમાં ભારે ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે ભિલોડાના ધારાસભ્ય પી.સી બરંડા ગાંધીનગર સત્ર પડતું મૂકી તાબડતોડ વતનમાં દોડી આવ્યા હતા અને પોલીસતંત્ર કામગીરી કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું

ભિલોડા ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે ચોરી થતા સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા લૂંટ આચરનારા આરોપીઓને ઝડપી લેવા માટે થઈને અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી છે. બે શંકાસ્પદો પણ પોલીસે ઝડપી લીધા છે.

મીડિયાને ધારાસભ્યની પત્નિ ચંદ્રિકાબેન બરંડાએ જણાવ્યુ હતુ, કે તેઓ રાત્રી દરમિયાન હું સુતી હતી એ દરમિયાન અવાજ થતા જાગીને પડદો ખોલીને ઘરમાં જોયુ પણ કંઈ લાગ્યુ નહીં. આ ઘટના લગભગ પોણા ત્રણ વાગ્યાના આસપાસ બની હતી. તેઓને મોંઢામાં ડૂચો મારી દઈને હાથ અને પગ બાંધી દીધા હતા. આમ તેમને બાંધી દઈને લૂંટ આચરી હતી

આગળ કહ્યુ હતુ કે, ઘરમાં રાખેલ જ્વેલરી, સોનાના સેટ, વિંટી અને રોકડ રકમની ચોરી બે શખ્શોએ કરી હતી. ઘટનાને પગલે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસ દ્વારા વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરુ કરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!