ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં ભગવાન બિરસા મુંડા ની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે જન જાતિય ગૌરવ વર્ષની ઉજવણી કરાશે

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં ભગવાન બિરસા મુંડા ની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે જન જાતિય ગૌરવ વર્ષની ઉજવણી કરાશે

જન જાતિય ગૌરવ વર્ષની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

સમગ્ર રાજ્યમાં ભગવાન બિરસા મુંડા ની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થનાર છે ત્યારે અરવલ્લી જિલ્લામાં જન જાતિય ગૌરવ વર્ષની ઉજવણી માટેના આયોજનની બેઠક કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક ની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં કલેકટર એ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અંગે વિવિધ વિભાગના અધિકારી ઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અરવલ્લી જિલ્લામાં જન જાતિય ગૌરવ યાત્રા ૮ નવેમ્બર બપોરે ૩.૪૫ કલાકે રથ ભિલોડા પહોંચશે. જ્યાં રથનું સ્વાગત અને સભા યોજવામાં આવશે. આ સાથે ૮ નવેમ્બર રાત્રે શામળાજી ખાતે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવશે. તારીખ ૯ નવેમ્બરના રોજ રથ મેઘરજ ખાતે પહોંચશે અને ત્યારબાદ માલપુર તાલુકામાં થઈને રથની અરવલ્લી જિલ્લામાંથી વિદાય થશે.

આ ઉજવણીમાં પ્રભાત ફેરી, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, શપથગ્રહણ સહિત વગેરે પ્રવૃત્તિઓ કરાશે. આદિજાતિ માંથી આવતાં રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓ, પ્રગતીશીલ ખેડુતો વગેરેનું સન્માન કરાશે. વધુમાં સેવા સેતુ અંતર્ગત ગ્રામજનો વિવિધ સરકારી સેવાઓનો લાભ કાર્યક્રમ સ્થળેથી મેળવી શકશે. જન જાતિય ગૌરવ વર્ષની ઉજવણી અગાઊ શાળાઓ, કોલેજોમાં રમતગમત, ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધાઓ દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવશે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા , જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર ડી.વી.મકવાણા , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા,પ્રાયોજના વહીવટદાર સહિત વિવિધ વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા

 

Back to top button
error: Content is protected !!