
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: ઇસરી પોલીસે creta કાર માંથી ૨,૫૨,૫૪૦/નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી પર લગામ લગાવવા પોલીસ વિભાગ રાત દિવસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશનના હદવિસ્તાર રાજગોળ ગામની સીમમાં ઇસરી પોલીસ સ્ટેશનના પી.આઈ.જી.કે વાહુનીયા તથા પી.એસ.આઇ એન એમ બામણીયા ને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની હોન્ડાઈ કંપનીની creta ગાડી માં વિદેશી દારૂના જથ્થા ની હેરાફેરી કરવામાં આવી રહી છે બાતમી ના આધારે રાજગોળ ગામની સીમમાં ઉપરોક્ત ગાડીને અટકાવી તપાસ કરતા વિવિધ બ્રાન્ડના ક્વાર્ટરિયા વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન કુલ નંઞ ૧૧૯૫ કિંમત રૂપિયા ૨.૫૨.૫૪૦/નો વિદેશી દારૂ સહિત ૦૮.૨.૫૪૦/ મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને ફરાર ચાલક તથા બાજુની સીટમાં બેઠેલ ઈસમ વિરુદ્ધ ગુન્હો નોધી આગળની વધુ કાર્યવાહી ઇસરી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા હતા





