અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – મોડાસા એપીએમસી ચૂંટણીનું પરિણામ જાહેર : ભાજપ પ્રેરિત ખેડૂત હિત રક્ષક પેનલનો ભવ્ય વિજય
મોડાસા કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત હિત રક્ષક પેનલએ ભવ્ય વિજય નોંધાવ્યો છે. ખેડૂત વિભાગની તમામ ૧૦ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો વિજયી બન્યા છે.આ ચૂંટણીમાં કુલ ૨૬ ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ભારે સ્પર્ધા વચ્ચે ભાજપ પ્રેરિત પેનલે એકતરફી જીત મેળવી છે. પરિણામ જાહેર થતા જ કાર્યકરોમાં આનંદની લહેર ફેલાઈ ગઈ હતી. વિજેતા ઉમેદવારોને કાર્યકરો દ્વારા પુષ્પહાર પહેરાવી અભિનંદન આપવામાં આવ્યા હતા.વિજય બાદ વિજેતા ઉમેદવારોે જણાવ્યું હતું કે તેઓ ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ રહી બજાર સમિતિના વિકાસ અને પારદર્શક કાર્ય માટે પ્રયત્નશીલ રહેશે.મોડાસા એપીએમસીમાં ભાજપ પ્રેરિત પેનલની જીતથી અરવલ્લી જિલ્લામાં ભાજપનો દબદબો વધુ મજબૂત બન્યો છે